Abtak Media Google News

બે કે તેથી વધારે દેશો જ્યારે કોઇ એક કોમન કરન્સી અને ઇકોનોમીક સંકલન માટે જોડાણ કરે ત્યારે આ દેશો મહાભારતનાં સાત કોઠાના યુધ્ધમાં જોડાતા હોય તેવી સ્થિતી હોય છે જેમા પ્રવેશ કરવો તો આસાન છે પરંતુ તેમાંથી બહાર નીકળવું અઘરૂં હોય છે. કદાચ આજ કારણ છે કે બ્રિટને યુરોપિયન યુનિયનથી અલગ પડવાનું વોટિંગ કર્યા પછી પણ તેનો અમલ કરતાં ત્રણ વર્ષ લાગી ગયા. આનાથી બ્રિટન ભલે લાંબા ગાળે યુરોપના અન્ય દેશોની તુલનાએ લાભમાં રહે પરંતુ હાલમાં તો નોન યુરોપિયન દેશોને લાભ થવાના ચાન્સ છે. હવે કદાચ ૨૦૨૫ સુધીમાં ભારત યુનાઇટેડ કિંગડમ થી આગળ નીકળી જશે અને વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બનશે.

સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (સી.ઇ.બી.આર) યુનાઇટેડ કિંગડમની  જ સંસ્થા છે જેને હાલમાં જ આ અંદાજ આપ્યો છે. સંસ્થાનાં વાર્ષિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૦ માં ભારતનો માથાદિઠ GDP ૬૨૮૪ ડોલર રહ્યો હોવાથી ભારત લોઅર-મિડલ ઇન્કમ ગ્રુપમાં આવી ગયું છે. તેથી ૨૦૨૪ સુધી યુનાઇટેડ કિંગડમ ભારત કરતા આગળ રહેશે પરંતુ ત્યારબાદ ફરી ભારત આગળ નીકળી જશે.

બ્રિટને અંતે બ્રેક્સીટ માટેની ટ્રેડ ડીલ કરી તો છે. પરંતુ શરૂઆતમાં ફાયદાનો જણાતો હતો તે આ સોદો વાસ્તવમા નવા વર્ષ પાર્ટી કરવા જેવો નથી પણ માંડ છુટકારો મળ્યો એવી રાહત અનુભવવા જેવો છે. જેમાં હાલમાં બ્રિટનને ઘણું  સહન કરવું પડે તેમ  છે. જેમાં યુરોપિયન કામદારોની યુ.કે માં સરળતાથી પ્રવાસ કરવાની જોગવાઇનો પણ સમાવેશ થઇ જાય છે. આમ તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને દેશને બ્રેક્સીટથી મુક્તિ કરવાનું વચન આપ્યું હતું હવે તેમને આ નિર્ણયને સફળ પણ સાબિત કરી દેખાડવો પડશે. અહીં બ્રિટને બેક્ઝીટના અમલ માટે ૯૦૦ અબજ ડોલરનો સોદો કયો છે. આ સોદામાં ફીશીંગનો મુદ્દો બહુ અગત્યનો છે. ઇંગ્લીશ ચેનલમાં માછીમારીઐ  યુકે તથા યુરોપિયન યુનિયન માટે ઇકોનોમીનો માંડ ૦.૨ ટકા હિસ્સો છે પરંતુ યુરપોની બોટને ત્યાં માછી મારી કરવાની પરવાનગી મોટું રાજકિય સ્વરૂપ પકડી શકે તેમ છે. સામાપક્ષે આ પરવાનગી આપીને યુકે એવું દર્શાવવા માગે છે કે હજુ પણ સંબંધો મજબુત છે.  ઇંગ્લીશ ચેનલનો ૨૨ કિલોમીટરનો વિસ્તાર એવો છે જ્યાં બન્ને દેશોની બોટ માછી મારી કરે છે.

આમેય તે આ ડીલ ઉપર હસ્તાક્ષર કરી ૩૧ મી ડિસેમ્બર-૨૦ પહેલા ન થાય તો સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે તેના ઘેરા પ્રત્યુાઘાત પડે તેમ હતું. કદાચ બન્ને દેશો વચ્ચેના સંબંધો વધારે ખરાબ થઇ શકે તેવા સંજોગો હતા. આ ઉપરાંત બ્રિટને યુરોપને આ બાબતે નહીં ભાંડવાની બાંહેધરી આપી છે. વળી પોતાને કોઇ વિશેષ લાભ તતો હોય તો તેનો ગેરલાભ નહીં ઉઠાવવાની પણ ખાતરી આપી છે. વળી પર્યાવરણની રક્ષા, શ્રમિકોના લાભ અને ટેક્ષનું માળખું, અને આડે અવળે લખાણો કરીને  કડવાશ ઉભી નહીં કરવાની ગેરેટી આપવી પડી છે. વિખુટા પડવાના નિર્ણયને સાડા ત્રણ વર્ષ સુધી ચ્યુંઇંગમની જેમ ચાવ્યા બાદ બન્ને પક્ષો આ સ્થિતી સુધી આવી શક્યા છે. હાલમાં જ કોવિડ-૧૯ નાં નવા વાયરસની મહામારીનાં ભરડામાં આવેલા બ્રિટનથી જઇ રહેલા ટ્રકોની હજારો લોકોની લાઇનો બોર્ડર ઉપર લાગી છે. આ તમામ ટ્રક ડ્રાઇવરોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને જેમના નેગેટિવ હશે તેમને જ જવાની પરવાનગી મળશે. આવા સંજોગોમાં જો નવા નિયમોના કારણે થોડી પણ ચિનગારી ઉડે તો આમ જનતામા અશાંતિ થાય અને સરહદે  સંઘર્ષ ન થાય તે પણ જોવું જરૂર. છે. કારણ કે બ્રિટન માટે યુરોપ એ અતિ મહત્વનું ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે. યુરોપે બ્રિટનને આશરે ૪૫ કરોડ નાગરિકોનો ક્ધઝ્યુમર બેઝ આપ્યો છે, અને એ પણ કોઇ વધારાના ટેક્ષ વિના! તેથી જ બન્ને દેશો જુથો જુદા પડવા છતાં સંગઠિત રહેવા માગે છે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.