Abtak Media Google News

લગ્નપ્રસંગને અનુરુપ ટેમ્પલ જવેલરી, હેરીટેજ કલેકશન, મીરર જવેલરી અને ટ્રેડીશ્નલ જવેલરીનું કલેકશન રાખવામાં આવ્યું છે ફોર્ચ્યુન હોટેલમાં

રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતે આનંદ શાહ ગોલ્ડન જવેલ્સનું અનોખું બ્રાઇડલ સ્ટુડીયોનું કલેકશન રાખવામાં આવ્યું છે. જેનું રાજકોટની ફેશનપ્રિય જનતા ખુબ જ લાભ લઇ રહ્યા છે. આનંદ શાહએ જવેલરીમાં ખુબ જ મોટી નામના ધરાવે છે કે જેઓની ડીઝાઇન જગ વિખ્યાત છે ત્યારે તેમનું એકસકલુઝીવ કલેકશન આનંદ શાહ ગોલ્ડન જવેલ્સમાં તમને જોવા મળશે. આ કલેકશન તમને 16 જુન સુધી ફોર્ચ્યુન હોટલ ખાતે જોવા મળશે. જેમાં અવનવી જવેલરીની સાથે સાથે બ્રાઇડલ સ્ટુડીયોનું વિશાળ કલેશન પણ છે અને અત્યારની લેટેસ્ટ જવેલરીમાં મીરર જવેલરી, ટેમ્પલ જવેલરી, ટ્રેડિશનલ કલેકશન, વિલાંદી ડિઝાઇન વગેરે જેવી અનેક જવેલરીનો ખજાનો આનંદ શાહ ગોલ્ડન જવેલર્સમાં જોવામળશે. સાથે સાથે જવેલરી મેકીંગમાં ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યાં છે.

Bridal-Studio-Collection-In-Anand-Shah-Golden-Jawlles
bridal-studio-collection-in-anand-shah-golden-jawlles

ફેશનપ્રિય રાજકોટીયન્સ માટે અહીં ટ્રેડીશ્નલ, મીરર કલેકશન અને વિલંબી ડિઝાઇન ઉપલબ્ધ: રાજુભાઇ

Bridal-Studio-Collection-In-Anand-Shah-Golden-Jawlles
bridal-studio-collection-in-anand-shah-golden-jawlles

આનંદ શાહ ગોલ્ડન જવેલ્સના રાજુભાઇએ જણાવ્યું હતું કે રાજકોટની જમતા એ ફેશનપ્રિય જનતા છે ત્યારે આનંદ શાહ જવેલરીનું એકસકલુઝીવ કલેકશન અમારી પાસે છે. જેમાં જવેલરીની અવનવી ડિઝાઇમસ અને પ્રસંગોપાત જવેલરીનું ખુબ જ વિશાળ કલેકશન તેઓ લઇને આવ્યાં છે. જેમાં બ્રાઇડલ સ્ટુડીયો, એટલે કે લગ્ન પ્રસંગને અનુલક્ષીને બ્રાઇડલ કલેકશનનું અલગ અલગ વેરાયટીનું જવેલરી કલેકશન તેમની પાસે ઉપલબ્ધ છે. સાથે સાથે વિલંદી ડિઝાઇન મીરર કલેકશન કે જે ખુબ જ ઓછી જવેલરીમાં જોવા મળેછે. તેમાં પણ તેઓ પાસે વિશાળ રેન્જ છે અને ગુજરાતી તેમાં પણ કાઠીયાવાડી લોકો પરંપરાગત જવેલરીના ખુબ જ શોખીન હોય છે ત્યારે તેઓ પાસે ટ્રેડીશ્નલ જવેલરી પણ છે અને અત્યારના સમય પ્રમાણે ટેમ્પલ જવેલરી ખુબ જ પ્રચલીત છે ત્યારે ટેમ્પલ જવેલરીનું પણ તેમની પાસે એકસકલુઝીવ કલેકશન ઉપલબ્ધ છે તેથી રાજકોટની જનતાને એકવાર અહીંયા ચોકકસથી આવે અને જવેલરીનું કલેકશન જુએ તેવી લોકોને અપીલ પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.