Abtak Media Google News

પડધરી-ટંકારા બેઠક ઉપર દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ-ધ્રાંગધ્રા બેઠક ઉપર પ્રકાશ વરમોરા અને વાંકાનેર બેઠક ઉપર જીતુ સોમાણીને અપાઈ ટિકિટ

મોરબી- માળિયા બેઠક ઉપર મંત્રી બ્રિજેશ મેરજાની ટીકીટ કપાઈ ગઈ છે. ભાજપે તેમના બદલે કાંતિલાલ અમૃતિયાના નામની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝૂલતા પુલ દુર્ઘટનાને કારણે મંત્રી મેરજાની ટીકીટ કપાઈ છે. 65 – મોરબી માળીયા બેઠક માટે ભાજપ દ્વારા ફરી કાંતિલાલ અમૃતિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયા 1995, 1998, 2002, 2007, અને 2012મા 5 વખત આ બેઠક ઉપર વિજેતા રહ્યા બાદ 2017માં હાર્યા હતા.

1668054583956166805458396816680546390771668054639056

જે બાદ ભાજપ છાવણીમાં આવેલા બ્રિજેશ મેરજા અહીં વિજેતા બનતા તેઓને મંત્રી બનવવામાં આવ્યા હતા અને અંતે 2022મા કાંતિલાલને ફરી મોકો અપાતા તેઓ બમણા જોશ સાથે મેદાનમાં આવ્યા છે. બીજી તરફ મોરબી જિલ્લાના ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક 2017મા ગુમાવ્યા બાદ ફરી આ ગઢ અકબંધ રાખવા ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉમેદવારોની પસંદગી સમિતિની બેઠકમાં 66 – ટંકારા પડધરી બેઠક માટે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

66 – ટંકારા – પડધરી બેઠક માટે પસંદ થયેલા દેથરીયા દુર્લભજીભાઇ હરખજીભાઇને ગત મોડીરાત્રે ફોન કોલ આવી ગયો હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપ દ્વારા હળવદ -ધ્રાંગધ્રા બેઠક ઉપરથી મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઇએના પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરા ફાઇનલ થયા છે. જ્યારે વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જીતુ સોમાણીની પસંદગી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.