રામચંદ્રજીના સંસ્કારો જીવનમાં ઉતારીએ એ જ સાચી રામનવમીની ઉજવણી

0
20

શ્રીરામનો જીવનમંત્ર હતો ‘ત્યાગમાં આગળ અને ભોગ’ માં પાછળ 

રામ અને કૃષ્ણના રંગે ભારત જેટલું રંગાયું છે એટલે બીજા કોઈના રંગે રંગાયું છે ખરું ? રામ  કૃષ્ણ તો ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો છે. ‘મર્યાદા પુરુષોત્તમ રામ’ ભારતવર્ષના હદયસિંહાસને સદીઓથી બિરાજમાન છે! રામનવમી નિમિત્તે સંભળાતો શ્રી રામ જ્ય રામ જ્યજ્ય રામ નો નાદતેની સાક્ષી પૂરે છે.

સરસ્વતી સ્કૂલના સંચાલકો  પ્રદીપભાઈ ખીમાણી જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી રઘુભાઈ ખીમાણી તથા શ્રી ગોપીબેન ખીમાણી વધુમાં જણાવે છે કે જીવાત્માને શુદ્ધ કરવા, અંતરમાં ભકિતનો ઉદય કરવા, ભકતોના મનોરથ પૂર્ણ કરવા, અધર્મનો નાશ કરી ધર્મ પ્રવર્તન કરવા પ્રભુ પૃથ્વી પર પ્રત્યક્ષ પધારે છે. તેમાં પણ ભારતની પાવનભૂમિ પર વિવિધ ઉદ્દેશોથો અવતારો પ્રગટ થતા રહયા છે. તેમાં ત્રેતાયુગમાં રઘુકુળ શિરોમણિ શ્રીરામચંદ્રજીનું અવતરણ થયું.અયોધ્યા નગરીમાં રાજવંશ ઈક્ષ્વાકુકુળમાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ઘેર ચૈત્રસુદ નવમીના દિવસે મધ્યાહને તેઓ પ્રગટ થયા. જીવ અને જગતને આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુકત કરવા પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતાના પુંજ એવા શ્રીરામે જન્મ લીધોપુલત્સ્ય ઋષિના પૌત્ર, વિશ્રવાના પુત્ર રાવણે સમગ્ર આર્યાવર્તમાં હાહાકાર મચાવ્યો હતો. વિદ્ધાન અને બ્રાહ્મણ હોવા છતાં તે અધર્મી હોવાથી રાક્ષસ તરીકે ઓળખાતો. ઋષિઓ પર ત્રાસ ગુજારવો, તેમના યજ્ઞો અને ધર્મસ્થાનો પર આતંક મચાવવોએ તેનું મુખ્ય કાર્ય હતું. આવા અધર્મના ઉપદ્રવ સામે ધર્મ શકિતથી વિજયી થવા ભગવાન વિષ્ણુ,મર્યાદા પુરુષોત્તમ અયોધ્યામાં પ્રભુ રામ તરીકે પ્રગટયા.રામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર હતા.રામચરિત્રથોતેમની જીવનકથાથો કોણ અજાણ હોઈ શકે? તેમનું ઉત્તમ ચરિત્ર બધીજ રીતે અનુકરણ કરવા યોગ્ય છે.ઉદાતચરિત્રને કારણે રામ આપણા જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. ગામડામાં બે વ્યકિત એકબીજાને મળે તોહાથ જોડી રામ રામ કહે છે. પ્રભુ પર વિશ્ર્વાસ રાખી ચાલનાર માટે રામભરોસે શબ્દ પ્રયોગ પ્રચલીત છે. કોઈ સુવ્યવસ્થિત રાજય વ્યવસ્થા માટે રામ રાજય શબ્દ બોલાય છે તો કોઈ દંભી માણસ પ્રામાણીક અને સજજન હોવાનો ઢોંગ કરે તો આપણે બોલી ઉઠીએ છીએ, ‘મુખ મેં રામ, બગલમે છુરી’ કોઈ નિષ્ફિકર, મસ્ત માણસને મસ્તરામ કહીએ છીએ તો કુદરતનો ખોળો ખુંદતા અલગારી જીવને રમતા રામ કહીએ છીએ નિરાશ થઈ માથે હાથ દઈ બેઠેલાને જોઈ ‘રામ નથી’ એમ કહીએ છીએ.

રામનો જન્મોત્સવ ભારતમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે. અયોધ્યા આખી રામનવમીએ રામમય બની જાય છે. આદિન નિમિતે આખી અયોધ્યાને લોકો ખૂબ શણગારે છે. હવે તો અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. લોકો રામનવમીએ ઉપવાસ રાખે છે. અને અને પૂણ્યફળ મેળવે છે. મધ્યાહને મંદિરોમાં મહાઆરતી થાય છે. શહેરોમાં રામજીની પ્રતિમા સ્થાપેલ શોભાયાત્રા નીકળે છે. પરંતુ ખરેખર રામચંદ્રજીના જીવનનો વિચાર કરી તેમના ગુણો જીવનમાં ઉતારવા કુતનિશ્ર્ચયી બનીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here