Abtak Media Google News

બ્રિટીશ બ્રાંડ રોલ્સ રોયસે તેની એટથ જનરેશન ફેન્ટમ ભારતમાં લોન્ચ કરી છે. જે સ્ટાન્ડર્ડ વિલબેઝ એડિશન સાથે નવા રુપ અવતારમાં આવી છે. સૌથી પહેલા ફેન્ટમ ચેન્નઇમાં લોન્ચ થશે ત્યાર બાદ અન્ય શહેરોમાં આવશે. એટથ જનરેશન ફેન્ટમ ૧૬ વર્ષ બાદ ફરીથી આવી રહી છે. આ ગાડી ૫૦થી પણ વધુ વર્ષ સુધી માર્કેટમાં ચાલી ચૂકી છે, ત્યારે હવે આ નવું મોડલ એક શાનદાર લગ્ઝુરિયસ અવતારમાં જોવા મળશે. જેની શરુઆતી કિંમત ૯.૫૦ કરોડ રાખવામાં આવી છે.

ન્યૂ જનરેશન રોલ્સ રોયસ ફેન્ટમ કં૫નીનું એલ્યુમિનિયમ મોડલ છે, જે લગ્ઝુરિયસની પરિભાષા બદલી નાખશે, ફેન્ટમ ૭૭ એમએમ નાની, ૮ એમએમ લાંબી, અને ૨૯ એમએમ પહોડી છે. જે સિમ્પલ લૂકમાં એલિગન્ટ છે. એલઇડી હેડલેમ્પ અને ચાચની ડિઝાઇન જેવી ફેન્ટમને ડબલ ટોન પણ આપવામાં આવ્યો છે. ફેન્ટમ ૬.૭૫ લિટર, ટ્વીન, એન્જિન અને ૯૦૦નું પીકઅપ ધરાવે છે. ફેન્ટમનું અકે સૌથી મોટી ખૂબી છે કે તે ૦ થી ૧૦૦ સુધીની ઝડપ ૫.૪ સેન્કડમાં જ પકડી શકો છો. રોલ્સ રોયસની અન્ય ગાડીની જેમ ફેન્ટમ-૮ પણ માલિકની દરેક સુવિધાની તકેદારી સાથે બનાવવામાં આવી છે.

કં૫ની ગાડીની સાથે ૪ વર્ષની સર્વિસ માટે પણ પેકેજ આપે છે. તેમજ ફેન્ટમ પર વોરંટી પણ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.