બ્રિટનના સાંસદ પણ ભાજપના પેજ કમિટીના સભ્યોને ઓળખવા લાગ્યા છે: સી.આર. પાટીલ

પેજ કમિટીના સભ્યોને કોઇ મળે કે ન મળે પણ મારા પેજ કમિટિના સભ્યોને તેમના જિલ્લામાં જઇને મળવાનો કાર્યક્રમ મે રાખ્યો છે.: પ્રદેશ પ્રમુખ

પેજ સમિતિના પ્રણેતા તેમજ મજબૂત સંગઠન શક્તિથી ગુજરાત પ્રદેશના સંગઠનને વધુ મજબૂત કરી કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરનાર યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમનો  સુરેન્દ્રનગર જીલ્લામા પ્રારંભ થયો છે.

સી.આર.પાટીલે  જણાવ્યું  હતું કે  આજના આ કાર્યક્રમમાં ભાઇઓ કરતા બહેનો વધુ છે. પેજ કમિટિના સભ્યો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. પેજ કમિટિના સભ્યોને કોઇ મળે કે ન મળે પણ મારા પેજ કમિટિના સભ્યોને તેમના જિલ્લામાં જઇને મળવાનો કાર્યક્રમ મે રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમિતિનો સભ્યએ પાયોનો સભ્ય છે. પેજ કમિટિની તાકાત આખા દેશે જોઇ છે.બ્રિટનના એક સાંસદ એક વાર કમલમમાં મળવા આવ્યા ત્યારે કહ્યુ કે પેજ કમિટિની સિસ્ટમ જે ગુજરાતમાં કાર્યકરોની છે તેને મારે સમજવી છે. બ્રિટન સુઘી પેજ કમિટિના સભ્યોને ઓળખતા થઇ ગયા છે. ગુજરાતમાં પેજ કમિટિના સભ્યોએ ડંકો વગાડયો છે. 8 વિઘાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ જીત અપાવી.કોંગ્રેસની બેઠકો પર ભાજપના કાર્યકરોએ ભગવો લહેરાવ્યો. કોંગ્રેસને લાગતું હતું કે આ બેઠકો તેમની છે સરળતાથી જીતી લઇશું પરંતુ ભાજપના કાર્યકરે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા. પેજ કમિટિની તાકાતથી જીલ્લા પંચયાત,સ્થાનિક સ્વરાજની ચૂંટણી,તાલુકા પંચાયત,નગરપાલિકામાં પણ ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા.ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટિના સભ્યોને ચૂંટણીમાં જંગી બહુમતથી જીતવાની ટેવ પડી છે.

સી.આર.પાટીલ વધુમાં જણાવ્યું કે, આખા દેશમાં ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છકો કહે છે કે પહેલી વાર મોદી  વર્ષ 2014માં લડયા ત્યારે લોકો કહેતા કે એક બાર મોદી સરકાર, બીજી વાર ચૂંટણી 2019માં આવી ત્યારે લોકો કહેતા કે ફિર એક બાર મોદી સરકાર અને હવે લોકો કહે છે કે બાર બાર મોદી સરકાર. શુભેચ્છકો અને કાર્યકરોએ નક્કી કર્યુ ત્યારે કોંગ્રેસ માટે કોઇ જગ્યા રહી નથી. ગુજરાતમાં ભાજપ સરકાર  નરેન્દ્રભાઇ મોદીના સમયથી છે ત્યારથી સતત વિકાસના અનેક કામો કર્યા છે. ભાજપનો કાર્યકર ગર્વ સાથે ગુજરાતમાં વિકાસના એક પછી એક અનેક વિકાસના કામો બતાવી શકે છે. ભાજપ સરકારે મહિલાઓ,યુવાનો,ખેડૂતો સહિત દરેક વર્ગને આવરી યોજનાઓ બનાવી છે. સરકારની અનેક યોજનાઓનો લાભ યોગ્ય લાભાર્થીને અપાવો જોઇએ. ભાજપના કાર્યકરોને સચિવાલયમાં માન મળે છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને સન્માન મળે,ચૂંટાયેલા પ્રતિનિઘીઓ કે પદાધિકારીઓ કાર્યકરોનું સન્માન જાળવે તે મારો પહેલાથીજ નિર્ઘાર રહ્યો છે. આ કોઇ જાહેર સભા નથી આ તો પેજ કમિટિના સભ્યો સાથેનો સંવાદનો કાર્યક્રમ છે. જિલ્લામાં કોઇ પેજ કમિટિ બનાવવાની બાકી હોય તો ઝડપથી પુરી કરવા હાંકલ કરી.પેજ કમિટિના સભ્યોને પ્રાથમિક સભ્ય અને ત્યાર પછી સક્રિય સભ્ય બનાવવા હાંકલ કરી. ચૂંટણી લડવા પહેલા પાર્ટીનો કાર્યકર પહેલા સક્રિય સભ્ય બને તો તેને ટિકિટ મળવાની પ્રાથમિકતા રહે છે. આ વખતની વિઘાનસભા ચૂંટણીમાં જીલ્લાની પાંચેય બેઠક જીતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને આપવાની છે. આ કાર્યક્રમ પરથી લાગે છે કે કોંગ્રેસ તો હાર ભાળી જશે.

આ કાર્યક્રમમાં સાંસદ અને  પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજયના મંત્રી કિરિટસિંહ રાણા, પ્રદેશના પુર્વ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, જીલ્લાના પ્રમુખ જગદીશભાઇ મકવાણા ,ધારાસભ્ય ઓ   ઘનજીભાઇ પટેલ,   પરસોત્તમભાઇ સાબરિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ  વર્ષાબેન દોશી, જીલ્લાના પ્રભારીઓ   નીતિનભાઇ ભારદ્વાજ,  નિમુબેન બાંભણીયા, નગર પાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી  ગૌતમભાઇ ગેડીયા, જિલ્લાના મહામંત્રીઓ   સિસ્ટમ અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ, પુર્વ સાંસદઓ,પુર્વ ધારાસભ્યઓ અને સંગઠનના હોદેદારઓ તેમજ પેજ સમિતિના સભ્યઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.