Abtak Media Google News

 પાણીની વાલ્વ ચેમ્બરો, ખાડાઓનો સર્વે અને તાત્કાલિક મરામત કરવા મેયર -કમિશનરને અપીલ

લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા,  પૂર્વ કોર્પોરેટર દિલિપ આસવાણી, મહિલા સામાજિક અગ્રણી સરલાબેન પાટડીયાએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યા છે કે મહાપાલિકાનું રેઢિયાળ અને નીંભર તંત્ર દ્વારા ભૂતકાળમાં પાણીની કુંડી, ગટરના ખુલ્લા ઢાંકણાં, બેરીકેડ વગરના અને ચેતવણી રૂપ બોર્ડ વગરના ચાલતા મહાનગરપાલિકાના કામો અને ખાડાઓને પગલે અનેકના ટાંટીયા ઓ ભાંગ્યા છે. ફ્રેક્ચરો પણ થયા છે અને મોત પણ થયા છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ ગમે ત્યારે વરસાદ ખાબકે જેવું વાતાવરણ હોય ત્યારે કુંભકર્ણ નિદ્રામાં પોઢેલા રાજકોટ મહાનગરપાલિકામાં જોખમી ખાડાઓ, પાણીની જોખમી ઉપસેલી કે અંદર ઘૂસી ગયેલી પાણીની વાલ્વ ચેમ્બરો, કુંડીઓ પાણીના જોખમી ટાંકા શહેરીજનો અને વાહનચાલકો માટે મોતની લટકતી તલવાર સમાન છે અને આવી વાલ્વ ચેમ્બરો અને ખાડાઓ રાજકોટ મહાનગરપાલિકા ની ઘોર બેદરકારી અને લાપરવાહીને પગલે કોઈકનો કંધોતર કે લાડકવાયો છીનવી લે એ પહેલા મહાનગરપાલિકાના નીંભર તંત્રને જગાડવા કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા રસ્તા પરની આવા જોખમી ખાડાઓ અને જોખમી ચેમ્બરોની ધડાધડ ફરિયાદો કરી છે. ગજુભાએ સ્થળ ઉપરથી વોર્ડના ડેપ્યુટી ઈજનેરોને ટેલીફોન કરી વોટ્સએપ થી ધ્યાન દોરી અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને અને રાજકોટના પ્રથમ નાગરિક મેયર પ્રદીપભાઈ ડવ ને લેખિત ફરિયાદ કરી મોતની લટકતી તલવાર સમાન રસ્તા પરના ખાડાઓ અંગે તાત્કાલિક યોગ્ય કરવા અપીલ કરી છે. દરેક વોર્ડમાં સર્વે કરાવી જવાબદારી ફિકસ કરવા અને સમય મર્યાદામાં મરામતની કામગીરી આટોપી લેવા લેખિત રજૂઆત કરી છે.

અલગ અલગ સ્થળો તમામ પાણીની વાલ્વ ચેમ્બરો, કુંડીઓ નીચે બેસી ગયેલ છે. લોખંડની પ્લેટો ઉપસી ગયેલ હોવાથી અને આજુબાજુમાં ખાડાઓ હોવાને પગલે વાહન ચાલકો આવી કુંડીઓમાં ફસાઈ જાય છે. અને ફંગોળાઈને પડે છે અને ફ્રેક્ચરો થાય છે. અકસ્માત થાય છે લોહી લુહાણ હાલત બનતી હોય જાનહાની થવાની દહેશત ઉભી થઇ છે.

વોર્ડ-14 શેઠ હાઇસ્કૂલની બાજુમાં, એસી ફુટ રોડ, મેઇન રોડ પર વરસાદી પાણીના નિકાલનું ઢાંકણું સંપૂર્ણપણે તૂટી ગયેલ છે. તદ ઉપરાંત સોરઠીયાવાડી થી આગળ પેટ્રોલ પંપ પાસે આ પ્રકારનું ઢાંકણું તૂટી ગયેલ છે. વરસાદ આવે અને વરસાદી પાણી ભરાઈ તો આ બંને ઢાંકણાઓ બાજુની સ્કૂલના વિદ્યાર્થીઓ સાયકલ સહિત ખાબકે અને અકસ્માત થવાની સંપૂર્ણપણે ભીતિ છે.

વોર્ડ-12 ગોકુલધામ આવાસ યોજના, બ્લોક નંબર 32 નીચે હોય તળિયે રહેલ ટાંકો પંદરેક ફૂટ ઊંડો હોય આ ટાંકા ઉપર કોઈપણ પ્રકારનું ઢાંકણું ન હોવાથી બાળકો અને સિનિયર સિટીઝન પર વધારે જોખમ છે. જાનહાની થવાની દહેશત હોવાને પગલે તાત્કાલિક ઢાંકણુ ફીટ કરવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.