Abtak Media Google News

તેલંગણા ખાતે યોજાયેલી ઓપન નેશનલ ગેમ્સ ૨૦૧૮-૧૯ માં એથલેટિકસ ની ૧૫૦૦ મીટરની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ગઢકાઈ તોફીકે પડઘરી તાલુકો નહિ પણ સમગ્ર ગુજરાત નું નામ રોશન કર્યું

પડધરી તાલુકાના મોવૈયા ગામે રહેતા એક સામાન્ય પરીવારમાંથી આવતા આજે પડધરી નહિ પણ ગુજરાત રાજ્યનું નામ  મોખરે રાખ્યું હતું તાજેતરમાં તા.૧૫ થી ૧૭  ફેબ્રુઆરી દરમ્યાન તેલંગણાના વરંગલ  શહેરની એન્જિનિયરિંગ કોલેજ ખાતે બીજી  ટ્રોફી ગેસ ઓપન નેશનલ ગેમ્સ ૨૦૧૮-૧૯ સ્પર્ધાઓ યોજાઈ ગઈ હતી.

જેમાં ગઢકાઈ તોફીક સુમરા એથલેટિકસ ની ૧૫૦૦ મી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ અને દેશભરમાં એથલેટિકસો સામે સ્પર્ધા કરી સિલ્વર મેડલ મેળવી અદભુત સફળતા પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી સિદ્ધિ બદલ  તોફીક ગઢકાઈ તથા તેમના પરિવાર પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે ત્યારે પડધરી  તાલુકા પ્રેસ એસોસીએશન ના પ્રમુખ ભૌમિક તળપદા અને સતીષ વડગામા તેમજ કૌશિક ભાઈ કોટક અને પ્રેસ મીડિયા એસોસીએશન  પડધરી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.