Abtak Media Google News

તાજેતરમાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગોવાના સહયોગથી ગોવા બેડમિન્ટન એસોસિએશન ધ્વારા યોનેક્સ સનરાઈઝ 43મી ઇન્ડિયન માસ્ટર્સ ( વેટરન ) નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું અને તેમાં રાજકોટના પ્રીતિ લાલચંદાણી વુમન્સ ડબલ્સમાં ત્રીજા નંબરે વિજેતા થયા છે. તેમને બૉન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે.

પ્રીતિ લાલચંદાણી રાજકોટમાં સરગમ ક્લબ સંચાલિત ઇન્ડોર  સ્ટેડિયમના સભ્ય છે અને જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ ડી.વી.લાલચંદાણી પરિવારના પુત્રવધુ છે.આ સિધ્ધિ  બદલ  સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમને અભિનંદન આપ્યા છે. ગુણવંતભાઈ ઉપરાંત ઇન્ડોર સ્ટેડિયમના સંચાલક જયેશભાઇ વસા, જયદીપસિંહ જાડેજા, વિક્રમભાઈ જૈન, પ્રફુલભાઇ સંઘાણી અને કોચ સુરેશભાઈ વગેરેએ પણ અભિનંદન આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.