ભાઈની બેન રમે કે જમે: સોમવારે પોષી પૂનમ

અબતક,રાજકોટ

પોષ શુદ પૂનમને સોમવારના દિવસે પોષી પૂનમ છે. સોમવારે આવતીપૂનમ ઉત્તમ ગણાય છે.તેમાં પણ પોષી પૂનમનું વિશેષ મહત્વ છે. પોષી પૂનમના દિવસે મા શાકંભરી દેવીનો પ્રાગયય દિવસ છે.તથા આ દિવસે માતાજી અંબાજી પ્રાકટય ઉત્સવ ઉજવામાં આવે છે. આ વર્ષે પોષી પૂનમ સોમવારે હોવાથી ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃતતત્વ પૃથ્વી પર વરસાવશે.

આ દિવસે અગાસીમાં બેસી રસોઈ કરવાનું મહત્વ છે. કહેવાય છે કે સાંજના સમયે અગાસીએ રોટલો અને રીંગણાનો ઓળો બનાવો.

તથા આ દિવસે નાની બાળાઓ ચંદ્ર ઉગે એટલેતેના દર્શન કરી બાજરાના રોટલાની ચાનકી બનાવી પોતાના ભાઈને સામે ઉભો રાખી અને તે ચાનકીનાં કાણામાંથી ચંદ્ર જોઈ અને બોલે છે ‘પોષી પોષી પૂનમડી અગાસીએ રાંધ્યા અન્ન ભાઈની બેન રમે કે જમે’ આમ ત્રણ વાર બોલે તેનોભાઈ જવાબ આપે કે જમે. આમ ત્યારબાદ ઘરની અગાસીએ અથવા ઘરમાં સૌ લોકોએ ભેગા મળી ભોજન કરવું.

આ દિવસે માતાજીને લીલા શાકભાજી અર્પણ કરવા ધરવા તથા કુળદેવીની પૂજામાં અંબાજીની પૂજન કરવું જાપ કરવા ઉતમ ગણાય આ સોમવારે આખો દિવસ અને રાત્રી પુનમ છે. આથી શુભ કાર્ય માટે પણ ઉતમ ગણાય.

સંકલન: વેદાંતરત્ન: શાસ્ત્રી રાજદીપ જોષી