Abtak Media Google News

બહેનના લગ્ન પર ભાઇ અને બહેનનો સંબંઘ્ બહેદ ખાસ અને અનોખો હોય છે. આ સંબંધમાં જેટલી ઝઘડા થતા હોય છે. તેટલુ જ તે બંને વચ્ચે પ્રેમ હોય છે. આમ તો મજાક-મસ્તીમાં દરેક ભાઇ પોતાની બહેનને લગ્નના નામે ચીઢાવતા હોય છે. પરંતુ હકીકત તો એ છે કે બહેનની વિદાય સમયે તેનું જ દિલ સૌથી વધુ ભરાઇ આવે છે.

દરેક બહેન માટે તેનો ભાઇ ખાસ હોય છે. અને દરેક બહેનએ ઇચ્છતી હોય છે કે તેના લગ્નમાં તેનો ભાઇ કંઇક ખાસ કરે તો ચલો જાણીએ કે બહેનના  લગ્નમાં ભાઇએ શું ખાસ કરવું જોઇએ.

– સૌથી પહેલા તો દરેક ભાઇએ પોતાની બહેનનેએ તસલ્લી આપો કે તમે હમેંશા તેમની સાથે જ છે. અને તેના લગ્ન માં તેને ન ગમતા લોકોને તેની પાસે ન આવવા દો.

– સમય સમય પર તેને પુછતા રહો કે તેનો કોઇ વસ્તુની જરુર તો નથીને. અને એ વાતનું પણ ધ્યાન રાખો કે લગ્નમાં બધા પોતાનું કામ વ્યવસ્થિત કરે છે ને.

– મહેંદી લાગેલી હોવાથી તેને કોઇ કામ ના કરવા દો. મહેમાનથી ભરેલા ઘરમાં તેને તેની મહત્વતા બતાવો.

– એક મહત્વનું કામ જે દરેક ભાઇએ કરવુ જોઇએ એ છે કે બહેનની વિદાય બાદ તેનો રુમ તેવો જ રાખો જેવો તે પહેલા હતો. આ ઉપરાંત તેને એ અહેસાસ કરાવો કે લગ્ન પછી તેનો એ રુમ અને ઘર તેનું જ છે. આથી તે જ્યારે ઇચ્છે ત્યારે અહીં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.