ઘરના જ ઘાતકી: નૌકાદળના કમાંડો સહિત ૫ લોકોએ મહત્વની માહિતી લીક કરી!!!

સીબીઆઈએ દિલ્હી, નોઈડા, મુંબઈ અને હૈદરાબાદમાં ૧૯ સ્થળોએ દરોડા પાડ્યા: કમાંડર સહિત પાંચની ધરપકડ 

સીબીઆઈએ ઇન્ડિયન નેવીની માહિતી લીક કરવાના કેસમાં ૫ અધિકારીઓની ધરપકડ કરી છે. જેમાં એક સરકારી અધિકારી, ૨ નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. આ કેસમાં મંગળવારે સીબીઆઈએ દિલ્હી, નોઈડા, મુંબઈ અને હૈદરાબાદમાં ૧૯ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને વધારાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. કેસની તપાસ હજી ચાલુ છે.

અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે સીબીઆઈએ આ કેસમાં એક નેવી ઓફિસર અને બે રિટાયર્ડ ઓફિસરની ધરપકડ કરી છે. આ કેસ કિલો-ક્લાસ સબમરીનના આધુનિકીકરણને લગતી ખનગી માહિતી લીક કરવા સાથે સંબંધિત છે.

બીજી બાજુ ભારતીય નૌકાદળે પણ માહિતી લીકની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાને રોકવા માટેના માર્ગો પર ચર્ચા કરવા વાઇસ એડમિરલ અને રીઅર એડમિરલ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે સંબંધિત એજન્સીઓ પાસેથી ઇનપુટ્સ પ્રાપ્ત કર્યા પછી સીબીઆઈએ કમાન્ડર રેન્કના એક નેવી અધિકારીની ધરપકડ કરી હતી, જે હાલમાં જે હાલમાં નિવૃત્ત અધિકારીઓને કિલો-ક્લાસ સબમરીન આધુનિકીકરણ પ્રોજેક્ટ સંબંધિત અનધિકૃત માહિતી આપવા માટે મુંબઈમાં છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ આ કેસમાં ઘણા વધુ અધિકારીઓની પૂછપરછ કરી રહી છે અને આ કેસમાં વધુ ધરપકડ થવાની આશા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલો નેવીના ટોચના અધિકારીઓના ધ્યાન પર આવતાં જ તેઓએ વાઇસ એડમિરલની આગેવાની હેઠળ પાંચ સભ્યોની ટીમની રચના કરી હતી અને મામલાની તપાસ કરવા અને કોઈપણ સંભવિત માહિતી લીક થતી બંધ કરવા માટે સમાંતર તપાસ શરૂ કરી હતી.