Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. BSF અને જમ્મુ કાશ્મીર પોલીસે સાથે મળીને LOC નજીક તંગધારમાં મોટી માત્રામાં ડ્રગ્સ પકડ્યો છે. ડ્રગ્સની માત્રા 10 કિલો હોવાનું કહેવામાં આવે છે. તેની કિંમત અંદાજિત 50 કરોડ રૂપિયા છે.

છેલ્લા એક અઠવાડિયામાં BSF અને રાજ્ય પોલીસ માટે આ બીજી મોટી સફળતા છે. આ અગાઉ 8 એપ્રિલે, સુરક્ષા દળોએ પાકિસ્તાની નાર્કો મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કુપવાડામાં 60 કરોડની હીરોઇન કબજે કરી હતી.

 


પાકિસ્તાન આર્મીની મદદથી સરહદ પારથી નશીલા પ્રદાર્થો મોકલવામાં આવે છે. આ કાર્યમાં, પાકિસ્તાનની સૈન્ય ભારત અને પાકિસ્તાન બંનેના નાગરિકોનો ઉપયોગ કરે છે. પાકિસ્તાની સેનાનો હેતુ સ્મગ્લરોને ભારતમાં મોકલી નશીલા પ્રદાર્થોનું વેચાણ કરી રૂપિયા મેળવવાનો છે, જે રૂપિયાનો ઉપીયોગ તેઓ આતંકી પ્રવૃત્તિઓમાં કરે છે.

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરુદ્ધ કાવતરાં ઘડવાનું ચાલુ રાખે છે. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, સીમા પારથી દેશમાં આવેલા આતંકીઓને રૂપિયા પુરા પાડવા માટે ડ્રગ્સ મોકલવામાં આવે છે. જે ડ્રગ્સ તેઓ ભારતમાં વેચી રૂપિયા મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.