બબલના બુડબુડિયા બોલ્યા: બોલિંગ કોચ સંક્રમિત થતા બબલમાં રહેલા ગભરાયા!!

ચેન્નઈના બોલિંગ લક્ષ્મીપતિ બાલાજી સહિત 3 કર્મચારીઓ સંક્રમિત:

કોલકાતા નાઈટ રાઈડર્સના 3 ખેલાડીઓ પણ ઝપેટમાં

આઈપીએલ 2021માં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ પોઝિટીવ આવ્યા બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફના 3 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

આઈપીએલ 2021માં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ પોઝિટીવ આવ્યા બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફના 3 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ચેન્નઈના સીઈઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને એક બસ ક્લીનર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

કોલકાતાના 2 ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે યોજાનારી મેચ રદ કરવામાં આવી છે. આ મેચ પછીથી યોજવામાં આવશે. જો કે હાલમાં તારીખની જાહેરાત કરવામાં આવી નથી. 2 મેના રોજ ટેસ્ટિંગ બાદ આ પરિણામ આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટીમના તમામ લોકો નેગેટિવ છે. તે સિવાય દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમના 5 ગ્રાઉન્ડસમેન પણ કોરોનાથી સંક્રમિત છે. તેની સાથે જ આઈપીએલ 2021માં એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા 10 થઈ ગઈ છે.

હાલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ દિલ્હીમાં છે, એવું માનવામાં આવે છે કે વિશ્વનાથન, બાલાજી અને બસ ક્લીનર્સનો 3 મેના રોજ ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો આ ત્રણે લોકો આ ટેસ્ટમાં પણ પોઝિટીવ આવસે તો તેમને ટીમ બબલથી બહાર 10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. સાથે જ સતત બે નેગેટિવ ટેસ્ટ બાદ જ તે લોકો ટીમની સાથે જોડાઈ શકશે.

ભારત માટે ક્રિકેટ રમી ચૂકેલા બાલાજી 1મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ડગઆઉટનો ભાગ હતા. તે પહેલા આઈપીએલ 2020 પહેલા પણ ચેન્નાઈના થોડા ખેલાડી અને સપોર્ટ સ્ટાફના લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

હાલમાં આઈપીએલ 2021ની મેચ દિલ્હી અને અમદાવાદમાં થઈ રહી છે. આ બંને શહેર કોરોના વાઈરસથી પ્રભાવિત છે. આ પહેલા ટૂર્નામેન્ટના પ્રથમ ચરણની મેચ ચેન્નાઈ અને મુંબઈમાં થઈ હતી. તે સમયે એક પણ કેસ સામે આવ્યો ન હતો.