Abtak Media Google News

માનસિક દિવ્યાંગો અને નિરાધારોને ભોજન, બિનવારસી મૃતદેહોને અગ્નિ સંસ્કાર, પશુઓને ચારો અને પક્ષીઓને ચણ સહિતની અનેક સેવાકિય પ્રવૃતિઓ

યુવાનનાં સેવાયજ્ઞથી પ્રેરાઈને પૂ.મોરારીબાપુએ પરબતસિંહને બબલીબાપુ નામ આપ્યું

વઢવાણમાં પરબતસિંહ નામનો યુવાન ખારવાની પોળ વિસ્તારના હુડકો કવાર્ટરમાં રહે છે. જે પોતાના માતા લીલાબા સાથે રહે છે. લીલાબા ૬૫ વર્ષની ઉંમરના છે. બોરાણા પરબતસિંહ રૂપસિંહ જાતે.કોરડીયા રાજપુત છે. આ પરબતસિંહ બોરાણાની ઉંમર ૨૯ વર્ષની છે ત્યારે વઢવાણ સુરેન્દ્રનગરમાં આ પરબતસિંહ બોરાણાને તેના અસલ નામથી કોઈ ઓળખતું નથી પરંતુ બબલીબાપુના નામથી ઓળખાય છે.

Img 20180501 121418બબલીબાપુનું નામ મોરારીબાપુએ પાડયું છે કારણ આ બબલીબાપુનો સેવાયજ્ઞ જોઈ બાપુ ખુદ પણ આ સેવા યજ્ઞની પ્રેરીત બન્યા અને પરબત બબલીબાપુ નામ મળ્યું હતું. બબલીબાપુ, વઢવાણમાં ૨૦૦ જેટલા નિરાધાર-પાગલ-સાધુ મહાત્મા કફોરી પોતાની રિક્ષામાં ટીફીન લઈ વિનામૂલ્યે સેવા પ્રદાન કરી રહ્યા છે. સવારના ટીફીન સેવા સાંજના ૨૦૦ સાધુ મહાત્માઓની ખિચડી સેવા પ્રસુતા મહિલાઓને સિરો-દુધની હોસ્પિટલમાં સેવા હાલમાં આપી રહ્યા છે. પશુઓને ચારો, પક્ષીઓને ચણ, પાણી અને બિમાર પશુ-પક્ષીઓની સારવાર કરાવવા માટે બબલીબાપુ તત્પર રહે છે. આ બબલીબાપુનું મુળ વતન ખજેલી છે અને ગામડામાં ખેતી પણ છે ત્યારે વૃદ્ધાવસ્થા એ પહોંચેલા લીલબાના આ પુત્ર અપરણિત છે.

Img 20180501 121401સુરેન્દ્રનગર-વઢવાણમાં છેલ્લા ૧૨ વર્ષથી આવી આ માનવ સેવાનું કાર્યકરી રહ્યા છે ત્યારે આ બબલીબાપુ અપંગ, વૃદ્ધાવસ્થા, નિરાધાર લોકોની સેવા વિના સંકોચે કરી રહ્યા છે ત્યારે બિનવારસી લાશ હોય કોઈ સાધુ મહાત્માનું નિધન થાય. ફકીરબાબાનું મોત થાય તો બબલીબાપુ તેના વારસદાર બનીને અગ્નિ સંસ્કાર પણ કરી આપે છે. બબલીબાપુએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર કે વઢવાણમાં રેનબસેરા નથી, કોઈ ધર્મશાળા કે જયાં આવા આ નિરાધાર લોકો રહી શકે અને ટાઢ, તડકો, વરસાદ હોય તેવા સમયે આશરો મેળવી શકે એવી કોઈ વ્યવસ્થા સુરેન્દ્રનગર વઢવાણમાં નથી ત્યારે સરકારે આવા આ સંસાર ત્યાગી અને આ સાધુ મહાત્મા ફકારી જીવન ગાળી રહ્યા છે એવા લોકો માટે એક ગામ બહાર બરાળા વિસ્તારમાં રેન બસેરા બનાવી આપવામાં આવે તેવી માંગ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.