Abtak Media Google News

આમ આદમી હોય કે ખાસ આદમી, 2020 નું વર્ષ સૌના બજેટ ખોરવીને પસાર થયું છે.  કોઇ કે પરિવાર ખોયો તો કોઇકે કારોબાર ખોયો..! સૌને પારાવાર નુકસાન થયું છે. બેશક અનેક સમસ્યાઓ વચ્ચે પણ માનવજાત ફરી બેઠી થઇ રહી છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ ઉગે એ એક કુદરતની પ્રોસેસ છે તેમ દર વર્ષે બજેટ તૈયાર કરવું એ પણ સરકારની પ્રોસેસ ગણી શકાય. કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 ના બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે, વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રતિનિધીઓ સાથે મિટીંગો ચાલી રહી છે. વિતેલા વર્ષમાં એવા ઘણા સેક્ટર છે જેમના કારોબારને રીતસર તાળાં લાગ્યા છે, એવા પણ સેક્ટરો છે જેમના કારોબાર રાતોરાત અનેકગણા વધ્યા છે, તો એવા પણ સેક્ટરો છે જે જેમાં નવી જોગવાઇઓ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. સરકારને આ તમામ પાસાંની ગણતરીઓ કરીને રાહતોવાળું, નવા કરબોજ વિનાનું અને દેશની ઇકોનોમી ફરી પાટે ચડે તેવું બજેટ આપવાનું રહેશે.

આમ જોઇએ તો સરકારની તિજોરી પણ ખાલી છે, તેથી તે સાવ ખુલ્લી મુકી શકે તેમ નથી. તેથી સરકાર સામે તેના આવકના સાધનો ટકાવી રાખવાનો પણ બહુ મોટો પડકાર છે.  હાલમાં સરકારની આવકનાં બે મુખ્ય સાધનો છે પેટ્રોલ તથા ડિઝલની એક્સાઇઝની આવક અને ૠજઝ ની આવક.

સરકારની પેટ્રોલ-ડિઝલની એક્સાઇઝની આવક છેલ્લા પાંચ વર્ષમાં 94 ટકા જેટલી વધી છે. વર્ષ 2014-15 માં 1720 અબજ રૂપિયા હતી જે 2019-20 માં 3342 અબજ રૂપિયા થઇ હતી. આજ રીતે રાજ્ય સરકારોની આવકમાં સરેરાશ 37 ટકાનો વધારો થયો છે. તેથી વિપક્ષો અને જનપ્રતિનિધીઓ ગમે તેટલા રાગડાં તાણે પણ પેટ્રોલ-ડિઝલ ઉપરનાં કરવેરા સરકાર ઘટાડી શકે તેમ નથી. સરકારની ૠજઝ ની આવક 2019 માં દર મહિને સરેરાશ એક લાખ કરોડ રૂપિયાની હતી. 2019 ના વર્ષમાં એપ્રિલ-19 માં સૌથી વધારે આવક 1.15 લાખ કરોડ રૂપિયાની આવક હતી. કોવિડ-19 ની મહામારીમાં દેશભરમાં લોકડાઉન હતું તેથી ૠજઝ ની આવક ખોરવાઇ ગઇ હતી. જોકે ઓક્ટોબર-20 અને નવેમ્બર-20 માં ફરી સરકારની ૠજઝ ની આવક એક લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ છે. તેથી સરકારને પણ વેપારીઓ તથા નાગરિકો માટે વિવિધ ઓફરો આપીને તેમને પ્રોત્સાહિત કરવા પડશે.

એમ તો નાણા મંત્રી મેડમ નિર્મલાજી પણ જે જાય તેને હૈયાધારણ આપે છે કે તમે છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાં ક્યાંયજોયું નહોય તેવું બજેટ તૈયાર કરી રહ્યા છીએ.  આમેય તે વિશ્વમાં સૌથી વધારે વસ્તીવાળું ચીન અત્યારે વૈશ્વિક નકશામાં સાઇડ લાઇન છે. તેથી બીજા નંબરની વસ્તીવાળા ભારત ઉપર સૌની આશા મંડાયેલી છે. ભારતમાં નાણાની પ્રવાહિતા વધે, લોકો ખર્ચ કરતા થાય, વ્યાજનું કોષ્ટક પાછું ગોઠવાય તો ગ્લોબલ ઇકોનોમીમાં પણ ભારતનું સારૂ યોગદાન રહી શકે છે. સેક્ટર વાઇઝ જોઇએ તો, ટુરિઝમ, એન્ટરટેન્મેન્ટ, મેડિસીન, તથા રેલ્વે જેવી ઇન્ડસ્ટ્રી ઉપર વિશેષ યોગદાન આપવાનું છે.

સરકારે પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, મેડિસીન બાયોટેકનોલોજી, અને ફાર્માસ્યુટીકલના કારોબારમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં દેશના પ્રશાસને  વેશેષ પેકેજ ઓફર કરવું પડશે. 15 મા નાણાપંચે પોતાના સવેૄ માં જણાવ્યું છે દાયકાઓથી ભારતનું હેલ્થકેર સેક્ટર દેશનાં  નાણામંત્રાલયની અવગણનાંનો ભોગ બનતું આવ્યું છે.  કેન્દ્ર તથા રાજ્ય એમ બન્ને સેકટરોઐ મળીને ૠઉઙ નાં 0.95 % યોગદાન આપ્યું છે. જ્યારે નેશનલ હેલ્થ પોલિસીનું લક્ષ્યાંક 2.5% નું હતું. દેશવાસીઓની મંદીની માનસિકતા દૂર કરી તેમને નાણા વપરતાં કરવા માટે સરકાર તરફથીસૌને સાત પગલાંની આશા છે. આ ઉપરામત હેલ્થ ચેકઅપ માટેની લિમીટ 5000 રૂપિયાથી વધારી આપવી પડશે.

આમ આદમી આગામી બજેટમાં એવી જોગવાઇઓની આશા રાખીને બેઠો છે કે હાલમાં તેની આવકની સામે મોંઘવારીના કારણે અસંતુલિત થયેલી સંપતિને ફરી ગોઠવણ કરી શકાય એવી કોઇ વ્યવસ્થા થાય. સરકારે વિવિધ ટેક્ષમાં રાહતો જાહેર કરવી પડશે. આ ઉપરાંત રેસિડેન્શ્યલ સ્ટેટસની જોગવાઇઓ બદલવી પડશે. ખાતેદારો જો પોતાની ફિક્સ ડિપોઝીટ વહેલી તોડાવે તો મળતા વ્યાજદર ઘટવાની જે શરત છે તે દૂર કરવી પડશે. આ ઉપરાંત સતત ઘટી રહેલા  વ્યાજદરથી બેંકમાં વ્યાજે મુકનારા નિવત તથા સિનીયર સટિઝન્સ માટે આવકનું સાધન જ ફિક્સ ડિપોઝીટ હોય ત્યારે તેમની આવકનું ધ્યાન રાખનિે વ્યાજદરનું ટેબલ બનાવવું પડશે.

વિતેલા વર્ષમાં લોકડાઉનનાં કારણે વર્ક ફ્રોમ હોમનો ક્ધસેપ્ટ વધારે પ્રચલિત થયો છે. તેથી આ ક્ધસેપ્ટમાં કામ કરનારાઓ માટે તેમના ઇન્ટરનેટ, ઇલેક્ટ્રીક ખર્ચ, તથા અન્ય માળખાકિય સુવિધાઓ ગરે સ્તાપિત કરવાની હોવાથી અમુક વિશેષ સ્ટાન્ડર્ડ ડિડક્શન ઓફર કરવું જોઇએ.

એક સરકારે ધ્યાનમાં રાખવી જોઇએ કે વિજ્ઞાનનાં વિકાસ સાથે માનવજાતની આવકની સાતે તેની સરેરાશ ઉંમર પણ વધી છે. જ્યારે નિવૄતિની ઉંમર 58 કે 60 વર્ષ જ રહી છે. આવા સંજોગોમાં સિનીયર સિટીઝનને પોતાની અંદાજિત 80 વર્ષની ઉંમર સુધી ક્ધસલ્ટન્સી કે એડવાઇઝરી રોલ મળે તેવી વ્યવસ્તા પણ ઇચ્છનીય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.