Abtak Media Google News

Table of Contents

સપ્તઋષિને ધ્યાનમાં રાખતા 7 સંકલ્પ ઓવરઓલ ડેવલોપમેન્ટ, છેલ્લે સુધી રહેલા લોકો સુધી પહોંચવુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, કાર્ય ક્ષમતાને પ્રોત્સાહન આપવું, ગ્રીન ડેવલોપમેન્ટ, યુવા શક્તિ અને ફાઈનાન્સિયલ સેક્ટરને અપાઈ પ્રાથમિકતા

2014-2022 એ ભારતના આર્થિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સમયગાળો છે. અર્થતંત્રમાં વ્યાપક સ્તરના માળખાકીય અને શાસન સુધારાઓ થયા છે જેણે તેની એકંદર કાર્યક્ષમતામાં વધારો કરીને અર્થતંત્રના મૂળભૂત તત્વોને મજબૂત બનાવ્યા છે. જીવનધોરણ અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા પર અંતર્ગત ભાર સાથે, વિશ્વાસ આધારિત શાસન અપનાવવા, વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે સહભાગીદારી અને કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવાના વ્યાપક સિદ્ધાંતો પર આધારિત હતા.

વધુમાં, અર્થતંત્રને વધુ ઔપચારિકતા, ઉચ્ચ નાણાકીય સમાવેશ અને ડિજિટલ ટેક્નોલોજી- આધારિત આર્થિક સુધારાઓ દ્વારા સર્જાયેલી આર્થિક તકોના પરિણામે કાર્યક્ષમતાથી લાભ થવાનું શરૂ થયું છે. આમ, ભારતનો વિકાસનો અંદાજ પૂર્વ- રોગચાળાના વર્ષો કરતાં વધુ સારો જણાય છે અને ભારતીય અર્થતંત્ર મધ્યમ ગાળામાં તેની સંપૂર્ણ ક્ષમતા સાથે વૃદ્ધિ કરવા માટે તૈયાર છે.

આ બજેટ 2024 માં સામાન્ય ચૂંટણીઓ પહેલાનું છેલ્લું પૂર્ણ બજેટ છે, આજે, આપણે નવી સામાન્ય સ્થિતિમાં કામ કરી રહ્યા છીએ જ્યાં વૈશ્વિક અર્થતંત્ર હજી પણ રોગચાળાને કારણે આંચકામાંથી બહાર આવી રહ્યું છે, અને ભૌગોલિક- રાજકીય સંઘર્ષો ચાલુ છે. ભારત સરકારના મૂડીરોકાણમાં વધારો અને મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટેના તેના સમર્પિત સમર્થનને કારણે પરિસ્થિતિમાંથી અસરકારક રીતે આગળ વધી શકે છે.

રોગચાળા પછીની આર્થિક મંદી, રશિયા યુક્રેન યુદ્ધ, વધતો જતો વૈશ્વિક ફુગાવો અને વિશ્વ અર્થતંત્રમાં અનિશ્ચિતતાની પૃષ્ઠભૂમિમાં, ભારતના નાણાંમંત્રી સીતારમણે બજેટ  રજૂ કર્યું. બજેટમાં માત્ર નાણાકીય આંકડાઓ અને કર નીતિઓ પર જ ચર્ચા કરવામાં આવી નથી પરંતુ તેમાં 7 ફોકસ ક્ષેત્રો એટલે કે સપ્તર્ષિ નક્કી કરવામાં આવ્યા છે જે સર્વસમાવેશક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ, યુવા શક્તિ, નાણાકીય ક્ષેત્રના સુધારા, ગ્રીન ગ્રોથ, લોજિસ્ટિક્સ પર પ્રાથમિકતાઓ નક્કી કરે છે. બજેટમાં ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંને પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતમાં વ્યવસાય કરવાની સરળતા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં ઘણી અણધારી સંભાવનાઓ છે. સરકારે રેલવે પર સૌથી વધુ ખર્ચ (2014 ની સરખામણીમાં 9 ગણો) અને 33% ના મૂડી ખર્ચમાં વધારાની જોગવાઈ કરી છે જે જરૂરી વૃદ્ધિને વેગ આપે છે. સરવાળે, ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેનો સમન્વય એ ભારતની ભાવિ વૃદ્ધિ વાર્તાના નિર્ણાયક લક્ષણો પૈકી એક હશે.

  1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ત્રણ કેન્દ્રો સ્થપાશે: ખેતી, સ્વાસ્થ અને શહેરોનો વિકાસ થશે
  2. નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસીને અમલી બનાવાશે: સ્ટાર્ટઅપ અને એકેડેમિક દ્વારા કરવામાં આવતા રિસર્ચને એક્સેસ કરી શકાશે
  3. લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે વિવાદ છે વિશ્વાસ 1 અત્યંત ઉપયોગી: કોરોનામાં અસરગ્રસ્ત બનેલા એમએસએમઇ ઉદ્યોગને મળશે રાહત
  4. વિવાદ સે વિશ્વાસ 2 સેટલમેન્ટ કરવા માટે હિતાવહ સાબિત થશે: સરકાર અને ગવર્મેન્ટ અંડરટેકિંગ સાથે કોઈપણ વિવાદ હોય તેનું સરળ રીતે સેટલમેન્ટ શક્ય બનશે
  5. ઇ-કોર્ટ નો ત્રીજો તબક્કો કરાશે લોન્ચ : ન્યાયતંત્ર માટેની વ્યવસ્થા સરળ બનશે
  6. એન્ટરપ્રાઇઝ અને ચેરીટેબલ ટ્રસ્ટ માટે ડીજી લોકરની સુવિધા વિસ્તારવામાં આવશે : લખતા દસ્તાવેજો ને ઓનલાઈન સ્ટોર સારી રીતે કરી શકાય તે માટે ડીજી લોકર ઉપયોગી નિવડશે.
  7. 5જી સેવાઓ માટે 100 લેબ ઊભી કરાશે: ઉદ્યોગોના વિકાસની સાતો સાત રોજગારીની તકો પણ ઊભી થશે
  8. લેબગ્રોન ડાયમંડના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે ગ્રાન્ટ અપાશે: આયાત ભારણ ઘટાડવાની સાથો સાથ સ્થાનિક ઉત્પાદનમાં પણ વધારો થશે.

નવુ કર માળખું કરદાતાઓ માટે અત્યંત આકર્ષક

નાણામંત્રાલયે  કરદાતાઓને આકર્ષવા વાર્ષિક 7 લાખ રૂપિયાની કમાણી કરતા લોકોને ટેક્સ ફ્રીની મોટી રાહત આપી છે. જ્યારે, અગાઉ આ છૂટ ફક્ત 5 લાખની આવક ધરાવતા કરદાતાઓને જ મળતી હતી. અરે હવે જો કોઈ કરદાતા જૂની ટેક્સ લેબ મુજબ કરપાત્ર આવક મેળવવા માંગતા હોય તો તેઓ માત્ર ને માત્ર એક વર્ષ માટે એટલે કે એક જ વખત આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ તેઓએ સરકાર દ્વારા ડિફોલ્ટ બનાવેલી નવા ટેક્સ લેબ ને તેઓએ અનુસરવું પડશે.

બજેટમાં સરચાર્જ ઘટાડી 25 % સુધી લવાયો

ટીડીએસને લઈને પણ ઘણા પ્રશ્નો ઉદભવિત થયા છે તેમાં સરકારે જણાવ્યું છે કે જો આવક ઉપર વધુ ટીડીએસ કાપવામાં આવેલો હોય તો પર્સનલ ટેક્સ રિટર્ન માં જે તે કરદાતા તેને ક્લેમ પણ કરી શકશે રિફંડ માટે. સરકાર દ્વારા જે નવી ટેક્સ રિજાઈમ નિર્ધારિત કરવામાં આવી છે આ જે એકઝામ પહેલા ની સિસ્ટમમાં મળતું હતું તે હવે નહીં મળે. એટલું જ નહીં લોકોની આવક ઉપર પણ સરકારે ધ્યાન કેન્દ્રિત કરી તેઓને કોઈ અન્ય તકલીફ ન ઉદ્ભવે તેના માટે સર ચાર્જને 37 ટકા થી ઘટાડી 25 ટકા સુધી કરી દીધો છે જેથી કોઈ તનાઢ્ય વ્યક્તિની આવક પ્રતિવર્ષ પાંચ કરોડથી વધુ હોય તો તેઓએ હવે 25 ટકા જ સરચાર્જ ભરવો પડશે. જે કર ભરવામાં આવતો હતો તે 42.74 ટકા જેટલો હતો જેને હવે ઘટાડી 39 ટકા કરી દેવાયો છે.

લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ ઉપર પણ ભરવો પડશે કર

બજેટની જાહેરાત અનુસાર, 1 એપ્રિલ, 2023થી, વીમા પોલિસીમાંથી મળેલી પાકતી મુદતની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે, જો કુલ વીમા પ્રીમિયમ વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુ હોય. આમાં યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ  નો સમાવેશ થતો નથી. સામાન્ય બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે જો 1 એપ્રિલના રોજ અથવા તે પછી જારી કરાયેલી વીમા પોલિસીઓ (યુલિપ સિવાય) માટેનું કુલ પ્રીમિયમ રૂ. 5 લાખથી વધુ હોય, તો માત્ર તે પોલિસીઓ કે જેનું પ્રીમિયમ રૂ. 5 લાખ સુધીનું છે, તેનાથી થનારી આવક પર છૂટ આપવાની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.

ટીસીએસની મર્યાદા 20% સુધી વધારાઈ

ટેક્સ કલેકટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસનો દર વધારીને 20 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.  વિદેશ પ્રવાસના કાર્યક્રમો પર ‘ટેક્સ કલેક્શન એટ સોર્સ’ વસૂલ કરીને આવકવેરા કાયદાની કલમ 206ઈમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે આ બજેટમાં સરકારે સરચાર્જ 20 ટકા કરી દીધો છે. માત્ર વિદેશમાં નાણાં મોકલવા ઉપર જ નહીં, વિદેશ પ્રવાસ પર, વિદેશમાં કોઈ સંપત્તિ ખરીદી હોઈ અથવા કોઈ ગ્લોબલ સ્ટોકમાં રોકાણ કર્યું હોઈ અથવા બોન્ડ ખરીદ્યા હોઈ તો પણ 20 ટકા ટીસીએસ ભરવો પડશે. સરકારના આ નિર્ણયથી ઘણા પ્રશ્નો પણ ઉદ્ભવસે અને વિદેશ પ્રવાસની સાથે અન્ય પરિસ્થિતિ પણ વિકટ બનશે.

અપિલના કેસોને ઘટાડવા જોઈન્ટ કમિશનરોની વરણી કરાશે

આવકવેરા વિભાગ દ્વારા અપીલના કેસો ને ઝડપભેર નિવારવા માટે કેન્દ્ર સરકારે જોઈન્ટ કમિશનરોની વરણી કરવાનું નિર્ણય લીધો છે જેથી અપીલ ઝડપભેર પૂર્ણ થાય અને લીટીગેશનના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે નહીંવત રહે. સરકાર આવકવેરા વિભાગમાં પણ ફેસલેસ એસેસમેન્ટ ને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે જે આવનારા દિવસોમાં આવકવેરા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટની સમય અવધિ 30 દિવસથી ઘટાડી 10 દિવસ કરાઇ

કેન્દ્ર સરકાર અને નાણામંત્રાલયે બજેટમાં આવકવેરામાં ઘણા ફેરફારો કર્યા છે જેમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટની જે સમય અવધી 30 દિવસની હતી તેને ઘટાડી દસ દિવસ કરી દેવામાં આવી છે આ નિર્ણયથી આવકવેરા વિભાગ ને ઘણી સાનુકૂળતા રહેશે પડતર કહેશો નો નીવેરો પણ ત્વરિત આવશે

નવી કર સિસ્ટમમાં 52500 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે

નાણામંત્રીએ આવકવેરાની નવી રીઝીમ પર ભાર મૂક્યો છે એટલું જ નહીં તેને આકર્ષિત બનાવવા માટે અનેક એલાન કરવામાં આવ્યું છે જેમાં  નોકરિયાત વર્ગના લોકો માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનનું પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે નાણામંત્રીએ આવકવેરાની નવી રિઝીમમાં પણ સ્ટાન્ડર્ડ ડિડક્શનને ફાયદો આપવાનું એલાન કર્યું છે જેનો હેતુ ટેક્સપેયર્સને ન્યૂ ટેક્સ રીઝીમ તરફ આકર્ષિત કરવાનો છે.

સરકાર ટેક્સ પેયર્સને જૂની ટેક્સ સિસ્ટમની જગ્યાએ નવી ટેક્સ સિસ્ટમનો ઉપયોગ કરવા કહ્યું છે. ત્યારે હાલ નવા સ્ટાન્ડર્ડ ડીડકસન 52500 રૂપિયા કરી દેવાયો છે. કર્મચારીની વાર્ષિક આવક રૂપિયા 15.5 લાખ કે તેથી વધુ છે, તેઓને નવા કર વ્યવસ્થા હેઠળ વાર્ષિક રૂ. 52,500નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે જ્યારે આ અગાઉ ન્યૂ ટેક્સ રીઝીમમાં કોઈ પણ પ્રકારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું નહોતું જોકે, માત્ર ઓલ્ડ ટેક્સ રીઝીમમાં નોકરી કરવાવાળા લોકોને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ વાર્ષિક 50 હજાર રૂપિયા મળતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.