બજેટ: રોજગારી અને ઉદ્યોગો માટે રાજ્ય સરકારની ભેટ સોગાદ

નવી ઔદ્યોગિક નીતિ-2020 અંતર્ગત લઘુ, નાના અને મધ્યમ કદના (એમએસએમઈ) એકમોની વિવિધ પ્રોત્સાહન યોજનાઓ માટે રૂ.1500 કરોડ

ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટનું ડેસ્ટીનેશન બન્યું: આત્મનિર્ભરતા માટે અનેક જોગવાઇ

ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત આવતા ઉદ્યોગોને સહાય માટે રૂ.1પ00 કરોડ

વિપુલ પ્રમાણમાં રોજગારી ઊભી કરવાની ક્ષમતા ધરાવતા મોટા કદના ઉદ્યોગોને પસંદ કરેલા સેક્ટરમાં સહાય આપવા માટે રૂ.962 કરોડ

રાજ્યમાં કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા સ્વરોજગારીની તકો ઊભી કરવાની વિવિધ યોજનાઓ માટે કુલ રૂ.પ78 કરોડ

મેડિકલ અને ફાર્મા સેકટરમાં ગુજરાત રાજ્યનું આગવું સ્થાન છે. આ સેક્ટરને વધુ મજબૂત કરવા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને રાજકોટ ખાતે મેડિકલ ડીવાઇસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાનું આયોજન

ઉદ્યોગ સાહસિકતા ગુજરાતનો સ્વભાવ છે અને તેને અનુરૂપ વાતાવરણ ઊભું કરવાનું કામ અમારી સરકાર છેલ્લા 25 વર્ષથી કરતી આવી છે. આજે ગુજરાત રાજ્ય ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યુ છે. ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને વધુ – વેગવાન બનાવવા અમારી સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરેલ છે. વધુ રોજગારી નિર્માણના લક્ષ્ય સાથે સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ટેકનોલોજી અને ઇનોવેશનને જોડી નવી ઔદ્યોગીક નીતિ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના તે સ્વપ્નને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને સાનુકૂળ વાતાવરણ પુરું પાડવાના હેતુથી અમારી સરકારે ઉદાર વહીવટી સુધારા કરી 300 થી વધુ કાયદાકીય પદ્ધતિઓમાં સરળીકરણ કરેલ છે. ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશની દિશામાં આવી સકારાત્મક કામગીરી કરનાર આપણુ રાજ્ય દેશમાં ઉા પ્રથમ સ્થાને છે. તઉપરાંત ઉદ્યોગ ધંધાઓને જુદા જુદા પ્રકારના જે ફોર્મ ભરવા પડતા હતા. તેમાંથી ઘણા ફોર્મ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી રહેલ છે. માળખાકીય ક્ષેત્રને વિકસાવવા મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત રાજ્યમાં હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારના 1 લાખ 90 હજાર કરોડના 314 માળખાકીય પ્રકલ્પો પ્રગતિમાં છે.

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન

સ્ટાર્ટઅપ-ઇનોવેશન યોજના-2020 અંતર્ગત પ્રતિ સ્ટાર્ટ-અપને, 20,000 અને મહિલા ઇનોવેટર હોવાના કિસ્સામાં વધુ 25 ટકા અલાઉન્સ આપવા માટે આર એન્ડ ડી યોજના સહિત રૂ.20 કરોડની જોગવાઇ

લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મિની કલસ્ટર

આંતરરાષ્ટ્રીય હરિફાઇમાં ગુજરાતના લઘુ અને નાના ઉદ્યોગોને મદદરૂપ થવા માટે ક્વોલિટિ કંટ્રોલ અને લેબ ટેસ્ટીંગ ફેસીલીટીની કોમન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી મિની ક્લસ્ટર યોજના માટે રૂ.14 કરોડની જોગવાઇ.

રાજકોટ, જામનગર, મોરબીમાં ઔદ્યોગિક વસાહત

રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપી સ્થાનિક રોજગા નિર્માણ થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં જલોત્રા, જામનગર જિલ્લામાં શેખપાટ. ગાંધીનગર જિલ્લામાં કડજોદ્રા, અમરેલી જિલ્લામાં પીપાવાવ અને રાજકોટ જિલ્લામાં નાગલપર ખાતે તેમજ પાટણ, આણંદ, મહીસાગર અને મોરબી જિલ્લામાં જી.આઇ.ડી.સી. દ્વારા નવી ઔધોગિક વસાહતો સ્થાપવાનું આયોજન છે. હંસપુરા-નરોડા, ઉમરગામ, સરીગામ, વાપી, સચિન, પાનોલી, અંકલેશ્વર, ઝઘડીયા અને સાવલી ખાતે એમએસએમઇ માટે વિકસિત ઔધોગિક વસાહતોમાં મલ્ટી લેવલ શેડનું આયોજન કરેલ છે.