બગસરાના વાધણીયામાં શ્ર્વાનનાં શિકાર માટે દોડેલી દિપડી કુવામાં ખાબકી

ર કલાકની જહેમત બાદ રેસ્કયુ ટીમે દિપડીને બચાવી

 

બગસરાનાં વાધણીયા ગામે શિકાર માટે શ્ર્વાનની પાછળ પડેલી દિપડી વાડીના કુવામાં ખાબકી હતી. વન વિભાગની ટીમે બે કલાકની જહેમત બાદ આ દિપડીને બચાવી લીધી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ વાધણીયા ગામની સમમાં શિકાર અર્થે શ્ર્વાનની પાછળ દોડતી દિપડી કુવામાં પડી હતી. શ્ર્વાન પણ કુવામાં પડયો હતો. ગામના સરપંચને આ અંગે તેને વન વિભાગને જાણ કરી હતી વન વિભાગે બે કલાકની જહેમત બાદ દીપડી અને શ્ર્વાનને બચાવી લીધા હતા. પ્રાથમીક તપાસથી આ દિપડી અઢી વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. વધુ સારવાર અર્થે દીપડીને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.