Abtak Media Google News
  • દરેક નગરપાલિકા વિસ્તારમાં આજથી મહાઝુંબેશ
  • હોસ્પિટલ, કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ, હાઇરાઈઝ બિલ્ડિંગ, સિનેમા હોલ, સ્કુલ -કોલેજો અને ધાર્મિક સ્થળોમાં હાથ ધરાશે ચેકીંગ
  • ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં કમિટી રચાઇ, 18 જૂન સુધી ચલાવાશે
  • ચેકીંગ ઝુંબેશ: ગાંધીનગરથી કડક કાર્યવાહીના આદેશો છુટતા તંત્ર હરકતમાં

રાજકોટની ગેમઝોન દુર્ઘટનાને પગલે ગાંધીનગરથી કાર્યવાહીના આદેશો છૂટતા અત્યાર સુધી આંખ મિચામણા કરતું તંત્ર હવે ફાયર સેફટીને લઈને તૂટી પડવાનું છે. આ માટે ખાસ કમિટી બની છે. દરેક નગરપાલિકાઓમાં ચેકીંગ કરીને એનઓસી અને બીયું ન હોય તેવી મિલકતો સિલ કરી દેશે.

રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર સ્વનિલ ખરેના આદેશથી દરેક નગરપાલિકાઓના ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના થઈ છે. જેમાં સભ્ય તરીકે ફાયર ઓફિસર, મ્યુનીસીપલ ઇજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસુલી અધીકારી, સિટીના પોલીસ અધીકારી, સ્ટ્રકચરલ/ મીકેનીકલ એન્જીનીયર સામેલ રહેશે.

શહેરમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, હાઇરાઈઝ બિલ્ડિંગ, સિનેમાં હોલ, ધાર્મિક સ્થળ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ, તથા જયા પબ્લિક ભેગી થતી હોય તે સ્થળે ફાયર એનઓસી અને બીયું પરમિશનની ચકાસણી કરશે. જો આ પરમિશન નહિ હોય તો મિલકતોને સિલ કરી દેવામાં આવશે સાથે તેનું વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવશે.

ફાયર ઓફિસર અને સિવિલ ઇજનેરે ઝોનમાં ક્ષેત્રફળ મુજબ માણસોની મહત્તમ વહન ક્ષમતા જાહેરમાં પ્રદર્શિત કરાયાની તથા આપાતકાલીન માર્ગ અને ફાયર સેટીની તપાસ કરવાની રહેશે. વીજ તંત્રે ઉપકરણો અનુસાર પાવર લોડ, વાયરોની ઇન્ટેગ્રીટી અને ઇન્સોટલેશન તપાસવાના રહેશે. મીકેનીકલ તંત્રે સાધનોની યોગ્યતા અને કાર્યદક્ષતા તપાસવાની છે. પાલિકાના ઇજનેરે જે બિલ્ડીંગમાં ગેમિંગ ઝોન હોય તેની સ્ટકચરલ સ્ટેબીલીટી સર્ટીફીકેટ તપાસવાના રહેશે. કોમન જીડીસીઆર અનુસાર આગના સમયે બહાર નીકળવાના માર્ગની તપાસ કરવાની છે. બિલ્ડીંગની બીયુ પરમિશન અને ફાયર સેટી સર્ટીફીકેટની તપાસ કરવાની રહેશે

નગરપાલિકાના ચીફ ઓફિસરે ગેમિંગ ઝોનમાં કરાયેલી તપાસનો રિપોર્ટ આપ્યા બાદ ચેકલિસ્ટ પ્રમાણે ઇલેકટ્રીકલ સેટી ફાયર સેટી અને ગેમિંગ ઝોનમાં સામાન્ય જરતો સંબંધે શું સ્થિતિ છે. તેના લેખાજોખા કરવા માટે પણ ત્રણ અધિકારીઓની નિમણૂક કરાઇ છે.આ રિપોર્ટ તૈયાર કરીને સોટ કોપીમાં તેમજ સહી સિક્કા સાથે પીડીએફ ફોર્મેટમાં દેવા આદેશ આપવામાં આવ્યો છે.

કઈ જગ્યાએ ક્યારે ચેકીંગ કરાશે? હોસ્પિટલો : 28મેથી 31મે સુધી

ટ્યુશન કલાસીસો : 1 જુનથી 3 જૂન સુધી

મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ : 4 જૂનથી 6 જૂન સુધી

હાઇરાઈઝ બિલ્ડિંગો : 7 જૂનથી 9 જૂન સુધી

સિનેમા હોલો : 10 જૂનથી 11 જૂન સુધી

સ્કુલ -કોલેજો : 12 જૂન થી 14 જૂન સુધી

ધાર્મિક સ્થળો : 15 જૂનથી 16 જૂન સુધી

પબ્લિક પ્લેસ : 17 જુનથી 18 જૂન સુધી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.