Abtak Media Google News

અમરનાથયાત્રાને અપાયેલી સરકારી મંજુરીને જાહેર આરોગ્યના મુદે રદ કરવા શ્રી અમરનાથ બર્ફાની લંગર ઓર્ગેનાઈઝેશનની સુપ્રીમ કોર્ટમાં દાદ

દેશના કરોડો હિન્દુ શ્રધ્ધાળુઓના આસ્થાના પ્રતિક એવા બાબા અમરનાથની દર વર્ષે યોજાતી યાત્રામાં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જાય છે. ગત વર્ષે પાકિસ્તાન સાથે ચકમક બાદ સુરક્ષાના કારણોસર રદ થયેલી અમરનાથયાત્રા આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે યોજાવવાના મુદે આશંકા સેવાય રહી હતી ત્યારે તાજેતરમાં સરકારે આગામી ૨૧મીથી અમરનાથ યાત્રા યોજવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય સામે શ્રી અમરનાથ બર્ફાની લંગર ઓર્ગેનાઈઝેશન દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને જાહેર આરોગ્યના મુદે આ યાત્રા રદ કરવાની માંગ કરી છે. પરંતુ શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ મળે તે માટે ધાર્મિક વિધિઓનું લાઈવ ટેલીકાસ્ટ કરવા દાદ માંગી છે જેથી શ્રધ્ધાળુઓને આ વર્ષે અમરનાથદાદાના દર્શન માત્ર લાઈવ ટેલીકાસ્ટથી જ થાય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રા દરમ્યાન લાખો શ્રધ્ધાળુઓ માટે યાત્રાપથ પર ખાવાપીવા, રહેવા અને મેડીકલની સુવિધા પુરીપ ડવાનું કામ કરનાર શ્રી અમરનાથ બર્ફાની લંગરઓર્ગેનાઈઝેશન દ્વારા ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાંઆવી છે કે આ અરજીમાં ચાલુ વર્ષની અમરનાથ યાત્રાને ૨૧મીથી પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે તેને રદ કરવાની માંગ કરી છે. ઓર્ગેનાઈઝેશન વતી એડવોકેટ અમિત પાયે કરેલી આ અરજીમાં જણાવાયું છે કે દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તે વચ્ચે અમરનાથ યાત્રા યોજવાના નિર્ણયથી દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે ઉમટી પડવાની સંભાવના છે. જેના કારણે કોરોનાના કેસો વધવાની સંભાવના વધી જવાની સંભાવના છે. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ હેઠળ મહામારી સમયે મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બંધારણની કલમ ૧૪ અને ૨૧માં જાહેર આરોગ્ય જાળવી રાખવાની કેન્દ્ર અને રાજય સરકારની જવાબદારી છે જેથી આ બંધારણીય જોગવાઈનો ભંગ કરીને સરકાર દ્વારા જાહેર આરોગ્ય સાથે ચેડા કરવા અમરનાથ યાત્રાને મંજુરી આપી છે જે અયોગ્ય છે. બંધારણની કલમ ૨૫માં લોકોને ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે. જે મુજબ દેશાસીઓ પોતાને યોગ્ય લાગે તે ધાર્મિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. પરંતુ વિપરીત સંજોગોમાં આ બંધારણીય હકક પર સરકાર અંકુશ લાદી શકે છે. હાલમાં દેશમાં કોરોનાના કારણે વિપરીત સંજોગો ઉભા થયા હોય સરકારે અમરનાથ યાત્રાને આપેલી મંજુરી આ વર્ષે પૂરતી રદ કરવી જોઈએ. આ અરજીમાં એવી પણ માંગ કરાય છેકે દેશભરનાં કરોડો શ્રધ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી શકે તે માટે લાઈવ ટેલીકાસ્ટનું આયોજન કરીને લાઈવ દર્શનની વ્યવસ્થા કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.