બુર્જ ખલિફા રંગાયું તિરંગાના રંગે, UAEએ દેશની આવી કપરી પરિસ્થિતિમાં આપ્યો સાથ

0
67

ભારતમાં દરરોજ કોરોના વાયરસના કેસો નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. આ જોય ઘણા દેશો ભારતની મદદએ આવ્યા છે. તેમાં UAEનો સમાવેશ થાય છે. કટોકટીના સમયમાં ભારતની હિંમત વધારવા માટે UAEએ વિશ્વની સૌથી ઊંચી ઇમારત, બુર્જ ખલિફા પર તિરંગો દોરવ્યો હતો. મુશ્કેલીની આ ઘડીમાં UAEએ ત્રિરંગોના રંગોથી બુર્જ ખલીફા પ્રત્યે પોતાનો પ્રેમ અને સમર્થન વ્યક્ત કર્યું છે.

 


રવિવારે મોડી રાત્રે UAEમાં ભારતીય દૂતાવાસે એક વીડિયો પણ બહાર પાડ્યો હતો. વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, “ભારત કોરોના સામે ઉગ્ર યુદ્ધ લડી રહ્યું છે, આવી સ્થિતિમાં તેનો મિત્ર UAE તેમનો સાથ આપતા કહે છે કે બધુ સારું થઈ જશે”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here