Abtak Media Google News

16ડિસેમ્બર થી શરૂ થનારી બાયર સેલર માં 50 થી વધુ વિદેશી મહેમાન સાથે ઝિમ્બાબ્વેના નાયબ મંત્રી ડોક્ટર પોલયટ બનશે ખાસ “મહેમાન”

ભારત વિશ્વ ની આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે ત્યારે વેપાર ઉદ્યોગના વિકાસને અનિવાર્યતા પર ગુજરાત વધુ ગંભીર છે તેમાં પણ સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ નું સાહસ રોકાણ અને આવૃત્તિ સમગ્ર વિશ્વ ગુજરાત અને ભારત તરફ આકર્ષાઈ રહ્યું છે

રાજકોટ માં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડલ દ્વારા તારીખ 16 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય અને ફેક્ટરી વિઝીટ નો એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતે આવેલા ઉદ્યોગપતિ પરાગભાઈ તેજુરા ઍ તારીખ 16 થી 1ડિસેમ્બરના ત્રિ દીવસિય આંતરરાષ્ટ્રીય વેપાર મેળા નીવિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 8 વર્ષથી  આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સમિટ અને પ્રદર્શન નું આયોજન થાય છે આ વર્ષે 16,17,18 ડિસે,દરમ્યાન યોજાનાર સમિટ માં વિદેશના પ0 થી વધુ ઉદ્યોગપતિઓ રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે નાયબ મંત્રીડો,પોલાયટ કંબામુરો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના આ આયોજન થી ભારતમાં પાંચ લાખ કરોડ રૂપિયાના વેપારની તકો સર્જાશે.

Dsc 1047

આ સમિટમાં પ0 જેટલા પેટ્રોન – એકિઝબીટર્સ તથા અલગ અલગ 10 જેટલા દેશોમાંથી આવેલ પ0 જેટલા ડેલીગેટસ ભાગ લેશે. નિકાસ વેપાર વૃઘ્ધિની તકોને ઘ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા યોજાતા આંતરરાષ્ટ્રીય સમિટમાં આવતા વિદેશી ડેલીગેટસને પાંચ દિવસની હોટેલ, જમવા, લોકલ વાહનવ્યવહારની સગવડતા આપવામાં ઓ છે.

આગામી સમિટમાં મુખ્ય મહેમાન તરીકે ઝિમ્બાબ્વે સરકારના માઇનીંગ અને માઇનીંગ ડેવલપમેન્ટ ખાતાના ડે. મીનસ્ટર ઓનરેબલ ડો. પોલાઇટ કંમ્પામુરા ખાસ ઉ5સ્થિત રહેશે. ડો. પોલાઇટ નો રાજકોટ આવવા પાછળ નો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળ સાથે ઝિમ્બાબ્વેના આોઘોગિક અને એગ્રિકલ્ચરલ ડેવેલપમેન્ટ માટે સહયોગ નો રહેશે.  આ સહયોગને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અનેક કંપનીઓને ઝિમ્બાબ્વેના વિકાસમાં સહભાગી થઇ ને પોતાના વ્યવસાયને આગળ વધારવાની અને નિકાસકારોને નિકાસ વૃઘ્ધિની તકો મળશે.

છેલ્લા સાત વર્ષમાં 1000 જેટલા વિદેશી મહેમાનો રાજકોટ આવી ચુકયા છે. આ મહેમાનો જેમાં વિદેશ ના મિનિસ્ટર્સ અને હાઇ કમિશ્નર- એમ્બેસેડર નો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, જામનગર, જેતપુર, સુ.નગર, ગાંધીધામ, ભાવનગર, જસદણ, આટકોટ, બાબરા, વાંકાનેર,  થાનગઢ સહીતની લગભગ 300 જેટલી ફેકટરીઓની મુલાકાત કરાવેલ છે. હવે આ આંકડાઓનો ગુણાકાર કરવાનો સમય આવી ગયો છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ – સુરત, એિ(ઝમ કલબ વડોદરા,  જીઆઇડીસી લોધીકા એસો., ફેડરેશન ઓફ એસસીએસટી એન્ટરપ્રીનોર્સ, બિઝનેસ ડેવલોપમેન્ટ એન્ડ પ્રોમોશન કાઉન્સીલ, પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર નો સમાવેશ થાય છે હજુ વધુ સંગઠનોને જોડવા માટે પ્રયત્ન ચાલુ જ છે.

આ આંતરરાષ્ટ્રીય સમિટ દ્વારા આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર, એગ્રિકલચર, એગ્રો અને ફુડ પ્રોડકટસ તથા મશીનરી, ગાર્મેન્ટસ અને ટેકસટાઇલ્સ, હેલ્થ કેર અને બ્યુટી કેર, સીરામીક અને સેનેટરીવેર, ઓટો પાર્ટસ અને એન્જીનીયરીગ, ફામિંગ અને અગ્રિકલચર ઇકઇપમેન્ટસ વોટર અને ઇશીગેશન સિસ્ટમ, મેડીકલ ટુરિઝમ, બીલ્ડીંગ મટીરીયલ અને હાર્ડવેર, બાથ ફીટીંગ્સ અને સેનેટરી ફીટીગ્સ, સોલાર અને રિન્યુએબલ એનેર્જી, માઇનીંગ એન્ડ બોરિંગ, ઇમીટેશન જવેલરી, હાઉસ હોલ્ડ અને કિચરવેર, ઇર્ન્ફોમેશન ટેકનોલોજી, એજયુકેશન સહીતના સૌરાષ્ટ્ર કચ્છના લગભગ તમામ ઉઘોગોને લાભ મળી શકે છે.

આ મીશનને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટીઓ પરાગ તેજુરા, પદુભાઇ રાયચુરા- પોરબંદર, સુરેશ તન્ના- જામનગર, ભુપતભાઇ છાટબાર-રાજકોટ, મહેશ નગદિયા- અમરેલી, ધર્મેન્દ્ર સંઘવી – સુ.નગર તથા પ્રભુદાસભાઇ તન્ના, રાજકોટની આગેવાની હેઠળન કમીટી સક્રિય ભૂમિકા ભજવી રહેલ છે. આ કમીટીમાં દિગંત સોમપુરા, કેતન વેકરીયા, ઇલિયાસ શેખ, ભાવેશ ઠાકર, મયુર ખોખર, દેવેન પડિયા, દિનેશભાઇ વસાણી, નિશ્ર્ચલ સંઘવી, જીતુભાઇ વડગામાં, મીનલ ખીરા, હુસેનભાઇ સેરશિયા, કમલેશભાઇ ભુવા, જસ્મિન ગોસ્વામી, મિતુલ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.