Abtak Media Google News

રેસ્ટોરન્ટ, બાર અને સિનેમા પણ 50 ટકા ની ક્ષમતા સાથે ચાલુ રાખવા નિર્ણય લેવાયો 

ભારત દેશ તહેવારોનો દેશ છે જ્યારે વૈશ્વિક મહામારી કોરોનાના પગલે તમામ વ્યવહારો ઉપર જાણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું કોરોના ના પગલે કોઈ પણ તેઓ હાથ લોકો મુક્ત મને મારી શકતા ન હતા એટલું જ નહીં સરકાર ના નીતિ નિયમો અને નિયંત્રણો ને બાદ રહી લોકોએ વ્યવહારો ની ઉજવણી કરી હતી. હાલ દિવાળી વ્યવહારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી ઓક્ટોબર ૨૨ થી તમામ રેસ્ટોરન્ટ બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક 12 સહિત તમામ ચીજવસ્તુઓ ખુલ્લી મુકવામાં આવશે જેમાં સરકારના નિયંત્રણ મુજબ ૫૦ ટકા લોકો ની ક્ષમતા અને પરવાનગી આપવામાં આવે તેવી જાહેરાત મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થાય છે કે મુંબઈમાં વ્યવહારોને ધ્યાને લેતા મોડી રાત્રી સુધી ધંધાપાણી યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે જેથી આર્થિક ઉપાર્જન તમામ વ્યાપારીઓ નું પૂર્ણતઃ થઈ શકે કોરોનાની મહામારી માં જે રીતે આ નિર્ણયને ધ્યાને લીધો છે તેને જોતાં સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે સામે પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યના દરેક તહેવાર મન મૂકીને માણતોહોય છે.

પરંતુ કોરોના ની આખરી ગાઈડલાઈન ના પગલે સરકાર દ્વારા જે છૂટછાટ મળવી જોઈએ તે મળી શકતી નથી ત્યારે મહારાષ્ટ્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રકારનો નિર્ણય જો ગુજરાત રાજ્ય લેશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન ઉદભવી થયો છે દિવાળી તો હાર ને ધ્યાને લેતા ગુજરાત રાજ્યમાં લોકો ખરીદી ની સાથે તમામ પ્રકારે વ્યવહારો ની ઉજવણી કરતું હોય છે પરંતુ તેને ધ્યાને લઇ લેજે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેને જોતાં સરકાર તેમાં લોકોને રાહત આપશે કે કેમ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે.

મહારાષ્ટ્રમાં હાલના તબક્કે રેસ્ટોરન્ટ, બાર, સિનેમા હોલ, થિયેટર તમામ દસ વાગ્યા સુધી જ ચાલુ રાખવા ની જાહેરાત કરવામાં આવી હતી. ઓકે હોસ્પિટાલિટી વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વ્યાપારી વર્ગોએ સરકારને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે હાલનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ અને કમાવવા માટે નો છે ત્યારે જો સરકાર મહદંશે સમયમાં છૂટ સાથ આપે તો આર્થિક ઉપાર્જન કરવું શક્ય બનશે જેને ધ્યાને લઇ સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં હાય જે પ્રમાણે કેસની સંખ્યા હોવી જોઈએ તે નહીં વાત જ છે છતાં પણ સરકાર ક્યા કારણોસર ગુજરાત રાજ્યમાં છૂટછાટ આપતું નથી તે જાણવું પણ એટલું જ જરૂરી છે મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા આ વખતે હોવા છતાં પણ સરકારે તમામ વસ્તુઓ ખુલ્લી રાખી છે પરંતુ થોડા નીતિ-નિયમોને ધ્યાને લઇ લોકો પણ ચુસ્ત પાલન કરતા નજરે પડ્યા છે ત્યારે ખરા અર્થમાં ગુજરાત સરકારે પણ આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ જેથી રાજ્યમાં આર્થિક સ્થિતિ સુધરે અને લોકો પોતાની આવક સારી રીતે રળી શકે.

મહારાષ્ટ્ર ખાતે રવિવારના રોજ ઝીરો કેસ નોંધાતા અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જે સૂચન કરવામાં આવ્યો કે કોરોના ની ત્રીજી લહેર ની અપેક્ષા નહીં વાત છે ત્યારે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લઇ મહારાષ્ટ્રને  આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા માટે પગલાં લેશે. વેક્સિનેશન ને ધ્યાને લઇ મહારાષ્ટ્રમાં 97% સિટીના લોકો એ રસી નો પ્રથમ દોસ્ત મેળવી લીધો છે અને સાર્વત્રિક મહારાષ્ટ્રમાં ૫૫ ટકા લોકોએ બન્ને ડોઝ રસીના લઈ લેતા કોરોના સામે પોતાને સુરક્ષિત કર્યા છે.

સમગ્ર ભારત દેશમાં પણ ગુજરાત રાજ્યના આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટેના જે પગલાઓ લઇ રહ્યું છે તે સરાહનીય છે બીજી તરફ ગુજરાત રાજ્યમાં ઘણા એવા ઉદ્યોગો છે જે રાજ્ય અને આર્થિક રીતે મજબૂતી અને સમૃદ્ધિ આપવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે દિવાળી ત્યોહાર નજીક હોવાના પગલે ગુજરાત રાજ્ય દ્વારા પણ આમારા લીધેલા નિર્ણય ની જેમ જે નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે તેમાં ઘટાડો કરી વ્યાપાર ઉધોગને વેગવંતુ બનાવવા માટેના પગલાં લે તો આર્થિક રીતે ગુજરાત રાજ્ય ને ઘણો ફાયદો પહોંચશે સામે લોકોની પણ ખરીદ શક્તિમાં વધારો થશે આ તમામ ચીજ ગુજરાત રાજ્ય સરકારને ખ્યાલ હોવા છતાં પણ નિર્ણય કેમ નથી લેતા તે સૌથી મોટો પ્રશ્ન સામે ઊભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.