Abtak Media Google News

ગુજરાત રાજ્ય સરકારના I-Hub (Gujarat Student Start-up and Innovation Hub) અને એજયુકેશન  ડીપાર્ટમેન્ટ તરફથી મલ્ટીનેશનલ તથા ડોમેસ્ટિક મોટી બ્રાન્ડની કંપનીઓ સાથે અજંતા ઓરેવા ગ્રુપ ના જયસુખભાઇ પટેલ સાથે મેરેથોન (DVC.) મિટિંગો તા. ૨૫.૧૧.૨૦૨૦ અને તા. ૩૦.૧૧.૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ. તથા સરકાર તરફથી “ટોયઝ” મિટિંગમાં ઇનોવેટિવ અને સ્ટાર્ટ અપ લોકોને પણ ઇન્ટરનેશનલ લેવલ ના ટોયઝ માટે સામેલ કરેલ હતા. વિશ્વની ફેમસ “ટોયઝ” કંપનીઓ તથા બ્રાન્ડના સીઈઓ અને હેડ સાથે ” ત્રિપક્ષી” ચર્ચાઓ કરવામાં આવેલ જેમાં જયસુખભાઇ તરફથી મોરબીમાં ક્યાં પ્રકારની સ્કિલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, વર્ક કેપેસિટી વગેરે પ્રાપ્ય છે તેની લંબાણ પૂર્વક રજૂઆતો કરવામાં આવેલ તથા જયસુખભાઇ પટેલ તરફથી આ બધી કંપનીઓને ” મોરબી ” વિઝિટ કરવાનું આમંત્રણ આપવામાં આવેલ અને આ બધી કંપનીઓને કહેવામાં આવેલ કે કેવા પ્રકારના “ટોયઝ” મોરબી પાસે બનાવવાની અપેક્ષા રાખે છે તેના માટે સેમ્પલ્સ, સ્પેસિફિકેશન્સ, ડ્રોઈન્ગ, ડિઝાઈન્ગ મોકલવા બાબતે કહેવામાં આવેલ જેથી આર.એન્ડી કરી કયુ.સી કરી તેનું  કરી તેનું ઉત્પાદનના શ્રોત જાણી શકાય અને તે દિશામાં મોરબીના મેન્યુફેકચરર આગળ વધી શકે.

જે મીટીંગોમાં સરકાર તરફથી ઉચ્ચ અધિકારીઓ જેવા કે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્મા, ડીરેક્ટર હાયર એજ્યુકેશન એમ નાગરાજન, આઈ હબના ચીફ મેમ્બર હિમાંશુ પંડ્યા, આઈએફએસ, મેનેજીંગ ડિરેક્ટર ઈંગઉઊડઝઇ નીલમ રાની ઉપસ્થિત રહ્યા હતા જયારે મલ્ટીનેશનલ અને ડોમેસ્ટિક મોટી બ્રાંડની કંપનીઓ તરફથી રિલાયન્સ બ્રાન્ડ્સ લીમીટેડના ગ્રુપ વીપી મનુ શર્મા, ગ્રાસપર ગ્લોબલ પ્રાઈવેટ લીમીટેડના ફાઉન્ડર અને સીઈઓ ધ્વનિલ સેઠ, સ્પીન માસ્તર ઇન્ડિયા એલએલપીના ડીરેક્ટર-ઓપરેશન્સ જયદેવ નાયર, મેટ્ટલ ટોયઝ, ઇન્ડિયા રમેશ દેશમુખ, મહિન્દ્રા રિટેલર પ્રા. લી.ના મેનેજર પ્લાનિંગ – કૃષ્ણ પ્રસાદ, ઓલ ઇન્ડિયા ટોયઝ મેન્યુફેકચર્સ એસોના પ્રેસિડેન્ટ મનીષ કુકરેજા, ડીસીપ્લીન લીડ ટોય એન્ડ ગેમ ડીઝાઇન ગાંધીનગર પ્રો. શેખર ભટ્ટાચાર્ય, શુમી ટોયઝના મીતા શર્મા, પારૂલ ટોયઝ પ્રા લી દીપક અગ્રવાલ, ટેકનીબર્ડ્સ લર્નિંગ ટોયઝ પ્રા લી – મનિષ શુક્લા સ્માર્ટીવીંટી લેબ્સ પ્રા. લી – તુષાર અમીન હાજર રહ્યા હતા. મોરબી ખાતે ટોયઝ હબ બને તેના માટે જયસુખભાઇ તરફથી અથાગ પ્રયાસો કરવામાં આવેલ છે અને સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ, માહિતી અને રજૂઆતો પણ કરવાનું ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.