પ્રભાસ છેલ્લા પાંચ વર્ષથી ફિલ્મ ‘બાહુબલી’ સાથે જોડાયેલ છે, તે રીયલ લાઈફમાં પણ કટપ્પાને પોતાના મામા માનવા લાગ્યો છે. ફિલ્મ ‘બાહુબલી’ના અભિનેતા અને ‘ક્રુ’ વચ્ચે અનોખા સંબંધોનું નિર્માણ થયું છે. જેથી તેઓ એક બીજા સાથે પોતાના પરિવારની જેમ સમય વિતાવે છે. પ્રભાસ અને સત્યરાજ ઉર્ફે કટપ્પાની દોસ્તીની ઝળક આપણને ફિલ્મનાં ટ્રેલરમાં પણ જોવા મળી છે.જેમાં પ્રભાસે કહ્યું છે કે ‘જબ તક આપ મેરે સાથ હૈ, એક ભી આદમીજો મુજે માર સકતા હે, વો અભી તક પૈદા નહી હુઆ હે, મામા’ બાહુબલીનો ઉત્સાહ અને ષડયંત્રનું સ્તર દર્શકોનાં મનમાં ઘર કરી ગયું છે. લોકો હજી કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? એ સવાલનો જવાબ મેળવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. એઆરકે એન્ટરટેન્મેન્ટ આ ફિલ્મને પ્રોડયુસ કરી રહ્યા છે. એસએસ રાજમૌલી દ્વારા નિર્દેશીત તેમજ રાણા દિગ્ગુબાટી, તમન્ના ભાટીયા અનુષ્કા શેટ્ટી, સત્યરાજ અને પ્રભાસ જેવા અભિનેતાઓની આ ફિલ્મ ૨૮મીના રોજ રીલીઝ થવા જઈ રહી છે.a