Abtak Media Google News

અમદાવાદમાં શેર ટ્રેડીંગમાં રસ ધરાવતા વ્યકિતઓને ટ્રેડીંગના નામે કોલ કરી છેતરપીંડી કરતી ગેંગને સાયબર ક્રાંઇમે પકડી પાડી હતી જે ગેંગમાં પોલીસે અમદાવાદમાં રહેતા જામનગર જિલ્લાના બુટાવદરનો મુળ વતની સહિત અડધો ડઝન શખ્સોને સકંજામાં લીઘા હતા અને રૂ.3.40 લાખ કબ્જે કર્યા હતા.

અમદાવાદમાં રહેતા જગદીશભાઇ સોમાભાઇ પટેલએ પોતાને ગત સપ્ટેમ્બર 20માં શેર ટ્રેડીંગના નામે લોભામણી સ્કીમ જણાવી રોકાણ માટે સમજાવી જુદા જુદા પ્લાન બતાવી જે પ્લાન મુજબ તેની પાસેથી રૂ.3.90 લાખની રકમ ભરાવી કોઇપણ પ્રોફિટ ન આપી અવાર નવાર ફોન કરતા કોઇ પ્રત્યુતર ન પાઠવીને તેઓ સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી આચરવા અંગે સાયબર ક્રાંઇમમાં ફરીયાદ નોંધાવાઇ હતી.

જે છેતરપીંડીની સાયબર ક્રાંઇમ ટીમે તપાસ શરૂ કરતા ટેકનીકલ પુરાવાના મેળવી સધન અભ્યાસ બાદ અમદાવાદના ગોતામાં દોઢ વર્ષથી ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કોલ સેન્ટરના માલિક વિવેક લક્ષ્મણભાઇ, અમદાવાદમાં રહેતો મુળ જામનગરના બુટાવદરનો વતના કરણસિંહ શરણસિંહ જાડેજા વગેરે છ શખ્સોને પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.3.40 લાખ રીકવર કરી સધન પુછપરછ હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં પકડાયેલા પૈકી જામનગર પંથકનો મુળ વતની આરોપી કરણસિંહ જાડેજા કોલ સેન્ટરમાં થતા ગેરકાયદે ટ્રાન્ઝેકશનોના નાણા જમા કરાવવા માટે બેન્ક એકાઉન્ટની વ્યવસ્થા કરતો હોવાનુ પણ ખુલ્યુ હતુ. જેના આધારે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.