Abtak Media Google News

પ્રસિદ્ધ ક્રિષ્ના અને જોશ બટલરની રમતથી રાજસ્થાન રોયલ્સ 2008 બાદ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝન ખૂબ જ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઇ છે અને બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સે બેંગ્લોર ને માત આપી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે અને તે આવતી કાલે રવિવારના રોજ ગુજરાત સામે ફાઇનલ મેચ રમશે. આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2008માં રાજસ્થાન રોયલ ફાઈનલમાં પહોંચ્યું હતું ત્યાર બાદ પ્રથમ વખત આ સિઝનમાં તેઓ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે, રાજસ્થાનના ખેલાડીઓએ પંટરોને  ધોઈ નાખ્યા છે ફાઇનલ મેચમાં જુગારીઓ ખરા અર્થમાં અવઢવમાં જોવા મળશે કારણ કે બીજા ક્વોલિફાયર મેચમાં જુગારીઓ માટે અને પંટરો માટે આરસીબી ની ટીમ હોટ ફેવરિટ માનવામાં આવતી હતી પરંતુ પરિણામ કંઈક અલગ જ જોવા મળ્યું.

ક્યારે આઈપીએલનો ફાઇનલ મેચ કે જે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાશે જેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે બંને ટીમો પોતાનું ખૂબ સારું પ્રદર્શન આપશે અને ફાઇનલ જીતવા માટે મહેનત કરશે કારણ કે ગુજરાત આ સિઝનમાં નવી ટીમ તરીકે ઉભરી આવી છે તો રાજસ્થાન ફરી એક વખત આઇપીએલ નો ખિતાબ જીતવા માટે મહેનત કરશે. શકે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ફાઇનલ મેચ કે જે આવતીકાલે રમાશે તે ખૂબ જ રોમાંચક તબક્કામાં રહેશે કારણ કે અત્યાર સુધી આ આઇપીએલ સીઝન માં જઈ રહેલી ગુજરાત ની ટીમને હરાવવું રાજસ્થાન માટે પણ લોઢાના ચણા ચાવવા જેવો રહેશે.

પ્રસિધ ક્રિશ્ના અને મેકોયની 3-3 વિકેટ બાદ બટલરના અણનમ સદી સાથેના 106 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટથી હરાવીને આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે રવિવારે તારીખ 29મી મે ના રોજ અમદાવાદમાં જ  રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર 2માં જીતવા માટેના 158 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને  રાજસ્થાને 18.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. બટલરે હર્ષલ પટેલની બોલિંગમાં વિજયી સિક્સર ફટકારી હતી. અગાઉ બેંગ્લોર તરફથી પાટિદારે લડાયક 58 રન નોંધાવ્યા હતા, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. અને ક્યાંક ફાઇનલ મેચમાં જે કર દ્વારા શહેરમાં રમાવી જોઈએ તે ન રમાતા બેંગલોરે આજ નો સામનો કરવો પડ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.