Abtak Media Google News

– યોગ એટલે કે વ્યક્તિગત ચેતનાનુ સાર્વભૌમિક ચેતના સાથેનુ મિલન. તેમજ યોગ શબ્દએ મૂળ સંસ્કૃતના ‘યુજ’ શબ્દ પર આવેલું છે.

– યોગએ ભારતીય જ્ઞાનની પાંચ હજાર વર્ષ જુની શૈલી છે. પરંતુ અત્યારના લોકો યોગને માત્ર શારીરીક વ્યાયામ તરીકે જ માને છે. પરંતુ વાસ્તવમાં યોગએ મનુષ્યના મન, તન અન આત્માને આંતરિક અનુભવ કરાવે છે.

– આ ઉપરાંત યોગ જો સરખી રીતે કરવામાં આવે તો અનેક બિમારીઓથી બચી શકાય છે. તે માટે આજે તમને અમુક યોગ વિશે જણાવીશ જે તમારા જીવનને સરળ બનાવવા સહાય‚પ બનશે.

૧-  ઉષ્ટ્રાસન :

આ આસનની છેલ્લી અવસ્થામાં પહોચ્યા પછી શરીરની આકૃતિ થોડી ઉંટ જેવી લાગે છે આથી આસનને ઉષ્ટ્રાસન કહેછે.

રીત : 

સૌ પ્રથમ ઘૂંટણના સહારે ઉભા થઇને મળેલા અને પગના અંગૂઠાની આકૃતિ અંદરની તરફ રાખો.

– હવે બંને હાથને સામેથી ઉપરની બાજુ લઇ જાઓ અને બંને હાથને કાથ સાથે મેળવી લો ત્યાર બાદ બંને હાથની વચ્ચે માથુ રહે એવી સ્થિતિમાં શરીરને વાળો.

– ત્યાર બાદ પાછળના ભાગની તરફ ઉંધા હાથના પંજાથી એડિઓને પકડો અને ગરદનને ઢીલી છોડી કમરની ઉ૫ર તરફ લઇ જાઓ અને માથુ પાછળની તરફ લટકેલુ રાખવુ અર્થાત નમેલુ રાખો.

– આમ આસન કરવાથી તમારા ઘુંટણ, બ્લડર, કિડની, નાના આંતરડા, લિવર, છાતી, લંગ્સ અને ગરદન સુધીનો ભાગ એક સાથે પ્રભાવિત થાય છે.

પેટ સંબંધી રોગ જેવા કોસ્ટ્રયુપેશન, ઇનડાઇજેશન, એસિડિટી રોગ નિવારવા માટે આ યોગ ખૂબ ફાયદેમંદ છે.

૨ – મકરાસન

– મકરાસનની ગણતરીના પેટના ભાગે સુઇને કરવામાં આવતા આસનોમાં કરવામાં આવે છે. આ આસનની છેલ્લી અવસ્થામાં આપણા શરીરની આકૃતિ મગર જેવી દેખાય છે.

રીત :

સૌથી પહેલા પેટને સમાંતર રાખી સુઇ જાવ અને દાઢીને જમીન પર રાખો બંને હાથ કમરની નજીક અને હથેળિયોને આકાશની તરફ ખુલ્લી રાખો. બંને પગ પણ એકબીજાને અડકાળીને રાખો.

– ત્યાર બંને હાથને ઉપરની તરફ ઉઠાવતા તેની કાતર જેવી આકૃતિ બનાવીને રિલેક્સ થઇને સુઇ જાઓ.

– આ આસન કરવાથી શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે. બધી જ કોશિકાઓ અને માંસપેશીઓને પણ આરામ મળે છે. તેમજ શરીરની અંદર લોહીનો પ્રવાહ સારી રીતે થવા લાગે છે. ઉ૫રાંત તમારુ શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.