લોકોને સોશિયલાઈઝ કરી ફેસબૂકે આવક બમણી કરી

મફત “મફત” નથી હોતું!!!

ફેસબૂકે ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર, અને ફેસબુકની મફત સેવા આપીને પણ આવકમાં ૪૩ ટકાનો વધારો કર્યો

આજનો સમય ડિજિટલ છે. આજના સમયમાં લોકો ડિજિટલની સાથે સાથે સોશ્યલાઈઝ થતા જાય છે. એમ પણ કોરોના મહામારી આવવાથી લોકો ઘરમાં પુરાઈને રહેવા લાગતા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું વધારી દીધું છે. અત્યારના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ  વધારે પ્રમાણમાં કરે છે. એમા પણ ખાસ કરીને ફેસબુકનો ઉપયોગ લોકોએ ખૂબ વધાર્યો છે. ફેસબુક પોતાના વપરાશ કર્તાઓને મફતમાં સેવા આપે છે. પરંતુ મફત “મફત” નથી હોતું ફેસબુકે એક વર્ષમાં પોતાનો નફો ડબલ કર્યો છે.

આજના સમયમાં લોકો સોશિયલ મોડિયાનો ઉપયોગ વધાર્યો છે. એમા પણ ફેસબુક વોટ્સએપ જેવી એપ્લિકેશનો મફત સેવા આપે છે. હકીકતમાં આ કંપનીઓ મફત આપીને પણ મસમોટી આવક મેળવે છે. ફેસબુકે વર્ષ દરમીયાન પોતાની આવક બમણી કરી છે. ૬૫.૩૩ કરોડથી ૧૩૫.૭૮ કરોડ રૂપિયા થઈ છે. ફેસબુકે આવકમાં ૪૩ ટકાનો વધારો કર્યો છે. હાલ કંપનીની વેલ્યુ ૧,૦૪૬ કરોડ રૂપિયા થઈ ચૂકી છે.ફેસબુકના સ્પીકરે જણાવ્યું હતું કે ભારત એ અમારા માટે એક મોટી માર્કેટ છે. અને અમે ભારતના વપરાસ કર્તાઓને વધુ સુવિધા આપવાના પ્રયાસો કરી રહ્યા છી. તેમજ ભરતના લોકો ફેસબૂકનો ઉપયોગ સોસીયલ અમે ઇકોનોમિક ફાયદા માટે કરે તેવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ફેસબુકે ભારત અને વિદેશનની નાની મોટી કંપનીઓ પાસેથી જાહેરાત લઈને પોતાના યુઝરને બતાવી આવક મેળવે છે. ભારતમાં જાહેરાત આપતી કંપનીઓની મદદથી ફેસબુકે વર્ષ ૨૦૨૦માં ૬૬૧૨.૬૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફેસબુકે ભારત માર્કેટમાં પોતાના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, અને મેસેન્જર તેમજ અન્ય વેબ સાઇટો પર પોતાના ગ્રાહકની જાહેરાતો બતાવે છે. ફેસબુક આઈટીની પણ સેવા આપે છે. ફેસબુકે નાના અને મોટા ગવેપારીઓની જાહેરાત લેવાનું ઓક્ટોમ્બર ૨૦૧૮થી શરૂ  કર્યું હતું.વર્ષ ૨૦૧૯માં ફેસબુકે પોતાની આવકનો ૬ ટકા ભાગ ભારત માંથી મેળવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં ૧૧૮.૨ કરોડની આવક કરી છે. ગુગલ ઇન્ડિયાના સર્વે પ્રમાણે વર્ષ ૨૦૨૦માં ફેસબુકે ૩૪ ટકા આવકમાં વધારો કર્યો છે. એટલેકે ૫,૫૯૩ કરોડ રૂપિયા. ફેસબુક મફત સેવા આપીને પણ પોતાની આવકમાં ૪૩ ટકા વધારો કર્યો છે.