Abtak Media Google News

સમગ્ર બ્રહ્મ તડ ગોળની બેઠક યોજાઇ: વિવિધ સમિતિઓની રચના: તમામ હોદેદારોએ નિર્ણયને આવકાર્યો

તાજેતરમાં ભૂદેવ સેવા સમીતિ દ્વારા બ્રહસમાજના સમગ્ર તડગોળને સાથે લઇ રાજકોટના આંગણે ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ ડો. રાજેન્દ્ર ત્રિવેદીના સન્માન મહોત્સવ આયોજન તા.૧૪ ને શનિવારના રોજ કરવામાં યોજવામાં આવશે.

આ કાર્યકમ અંગે ભૂદેવ સેવાસમીતી પ્રમુખ તેજસભાઇ ત્રિવેદી જણાવેલ કે કાર્યક્રમ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના મામ તડગોળના બ્રાહ્મણો, આગેવાનો બ્રહ્મ સેવાકીય સંસ્થાઓ, યુવક મંડળો મહિલા મંડળો તથા તમામ બ્રહ્મ પરિવારો એકત્ર થઇને આ સન્માન સમારંભમાં સહભાગી બને તે ભાવના વ્યકત કરાઇ હતી.

કાર્યક્રમમાં સ્વિવિધ તડગોળના ર૧ સભ્યો-પ્રતિનિધિઓ દ્વારા બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધાનસભાના અઘ્યક્ષનું અભિવાદન કરવામાં આવશે. આ સમારંભમાં સક્રિય સેવા આપવા ભૂદેવ સેવા સમીતીના તેજસભાઇ ત્રિવેદી, હીરેનભાઇ જોશી, દિપકભાઇ ભટ્ટ વગેરે એ તમામ બ્રાહ્મણોને અપીલ કરીછે.

બ્રહ્મ આગેવાનોએ વિશેષમાં જણાવ્યું કે સમસ્ત બ્રાહ્મણ પરિવારો અને તમામ તડગોળ દ્વારા વિધાનસભાના અઘ્યક્ષના સન્માનનો આ જે કાર્યક્રમ થઇ રહ્યો છે. તે ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારનો ભવ્ય બની રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

જેનો વિવિધ સમીતીઓની રચના કરવામાં આવી છે જેમ કે મીડીઆ લાયજન સમીતી, પ્રોટોકોલ સમીતી, સ્ટેશ વ્યવસ્થા સમીતી, ગ્રાઉન્ડ વ્યવસ્થા સમીતી, બેઠક વ્યવસ્થા સમીતી, યંગ બ્રીગેડ સમીતી, નિમંત્રણ સમીતી, તડગોળ આમંત્રિત સમીતીની રચના કરવામાં આવી છે.

સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જર્નાદનભાઇ આચાર્ય, ઝાલાવડ સતર તાલુકા બ્રહ્મસમાજના કમલેશભાઇ જોશી, જે.પી.ત્રિવેદી, યોગેશભાઇ  ભટ્ટ, લલીતભાઇ રાવલ, શ્રીગોળ માળવીયા બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેષભાઇ દવે તથા દિપકભાઇ ભટ્ટ, ઘેલારામ જ્ઞાતિના દિપકભાઇ રાજયગુરુ તથા હર્ષદભાઇ રાવલ સહીતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહેશે.

મહોત્સવને સફળ બનાવવા યુવા કાર્યકરો નિરજ ભટ્ટ, માનવ વ્યાસ, યજ્ઞેશ ભટ્ટ, વિશાલ ઉપાઘ્યાય, નિશાંત રાવલ, મયુર વોરા, જીજ્ઞેશ ત્રિવેદી,  પરાગ મહેતા, જયદીપ ત્રિવેદી, કૃણાલ દવે, નૈતિક જોશી, મીત ભટ્ટ, સંદીપ ભટ્ટ, વિમલ અઘ્યારુ, દિલીપ રાવલ, અશોક મહેતા, પ્રશાંત વ્યાસ, રાજલ ત્રિવેદી,  સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.