Abtak Media Google News

 ડો.લોકેશજીઆચાર્ય લોકેશજી એ ન્યુયોર્કની શાળામાં વિદ્યાર્થીઓને ગાંધી શાંતિ પોસ્ટર ભેટ કર્યા

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડો. લોકેશજી અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ (CGI) રણધીર જયસ્વાલજી અને ડો. પોલ કેસિઆનોજીએ 7500 ગાંધી શાંતિ પોસ્ટરના પ્રસ્તુતિ સમારોહની ઉજવણીમાં હાજરી આપી હતી.ફ્રીપોર્ટ પબ્લિક સ્કૂલના દરેક વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બરને એક પોસ્ટર ભેટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 13 વિદ્યાર્થીઓને પોસ્ટર પરની તેમની કલાકૃતિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન પીસ ફંડ અને ફ્રીપોર્ટ સ્કૂલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ગાંધીજીના જીવન અને વિશ્વમાં તેમના યોગદાનને દર્શાવતી લગભગ 20 રંગીન તસવીરોથી સ્થળને શણગારવામાં આવ્યું હતું.વિશ્વ શાંતિ દૂત પ્રસિદ્ધ જૈન આચાર્ય ડો. લોકેશજીએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું. હતું કે, બંદૂકની હિંસાનો પ્રશ્ન માત્ર બંદૂકથી જ નહીં પણ આપણા મનથી પણ છે. તેમણે કહ્યું કે, મગજની એક બાજુ ગણિત, વિજ્ઞાન વગેરે જેવા તમામ વિશ્લેષણ છે અને બીજી બાજુ પ્રેમ, કાળજી વગેરે જેવી ગુણાત્મક બાબતો છે. આપણે હિંસા દૂર કરવા માટે મનની બીજી બાજુને શિક્ષિત કરવાની જરૂર છે, જેથી વિશ્વમાં અહિંસા, શાંતિ અને સૌહાર્દ સ્થાપિત થઈ શકે. આચાર્યજીએ આહવાન કરી સંબોધન પૂરું કર્યું.ઈૠઈં રણધીર જયસ્વાલજી એ કહ્યું કે, ગાંધીવાદી મૂલ્યો સાર્વત્રિક છે, અને તેમના વગર, સમાજમાં સંપૂર્ણ સુખ અને પ્રગતિ થઈ શકે નહીં. તેમણે કહ્યું કે,  ગાંધી એક વ્યક્તિ હતા, નશ્વર હતા પરંતુ તેમણે ઘણી પરંપરાઓ અને બ્રહ્માંડને જોડી દીધા હતા. તેમણે સંયુક્ત કરેલા સૌથી સુંદર બ્રહ્માંડમાંની એક જૈન ફિલસૂફીની પરંપરા હતી જે જીવનના માર્ગ સાથે સંકળાયેલી છે.

ફંડના પ્રમુખ અરવિંદ વોરાએ તેમના વક્તવ્યમાં શાંતિને પ્રોત્સાહન આપવા ફ્રીપોર્ટ સ્કૂલ સાથેની 15 વર્ષની ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેમણે 1994 થી શાંતિ ફંડ સંસ્થાના સંક્ષિપ્ત ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે, શાંતિ ફંડ સંસ્થા શાળાના યુવાનો દ્વારા એવી માન્યતા સાથે કામ કરી રહી છે કે શાંતિ નાની ઉંમરથી શરૂ થાય છે.આ પ્રસંગે ડો.કેસીઆનો, ડો.એલીસ કેન, આસી. શાળાઓના અધિક્ષક અને ઘણા વિદ્યાર્થીઓએ પીસ ફંડના મહત્વના કાર્યને નિહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.