Abtak Media Google News

નવી શિક્ષણ નીતિ અન્વયે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકો અને પ્રાઘ્યાપકોની ભૂમિકા વિષે ગીજુભાઇ ભરાડ કરશે માહિતીગાર

કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગુજરાત રાજયના પનોતા પુત્ર પ્રોફેસર પી.સી. વૈદ્ય ની જન્મ જયંતિ અનુસંધાને વિવિધ કાર્યક્રમો થાય તે માટે વિજ્ઞાન ગુર્જરી (વિભા) ની નોડલ એજન્સી તરીકે નિમણુંક કરેલ ે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રદીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમ દ્વારા તા. 18-6-2023 ને રવિવારના રોજ પ્રોફેસર પી.સી.વૈદ્ય નાગણિત વિષયમાં વિશ્ર્વ ફલક પરના યોગદાનથી સર્વે પરિચિત થાય તે હેતુથી એસ.એલ.ટી. આઇ.ઇ.ટી. (લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ કણકોટ રાજકોટ ખાતે એક નિ:શુલ્ક વર્કશોપ સવારના 9.30 કલાકથી સાંજના 5.30 કલાકનું આયોજન કરવાનું નકકી કરેલ છે. આ વર્કશોપમાં ભાસ્કરાચાર્યજી દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ ગણિત વિષયના પ્રખ્યાત પુસ્તક લીલાવતીનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર મેધરાજભાઇ ભટ્ટ, પ્રોફેસર પી.સી. વૈદ્ય ના ગણિત વિષયમાં વિશ્ર્વ ફલક પરના યોગદાન વિષે

ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (પી.આર.એલ) ના એસ્ટ્રોનોમી અને એસ્ટ્રો ફીઝીકસ વિભાગના વૈજ્ઞાનિક ડો. વિશાલ જોશી પોફેસર પી.સી. વૈદ્યના ગણિત વિષયના સંશોધનના વિશ્ર્વ ફલક પરના યોગદાન વિષે શિક્ષણ વિદ ગીજુભાઇ ભરાડ, નવી શિક્ષણ નીતી  અન્વયે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકો અને પ્રાઘ્યાપકોની ભુમિકા વિષે ડો. અતુલ વ્યાસ વૈદિક ગણિત વિષે તેમજ વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમના અઘ્યક્ષ ડો. નિકેશભાઇ શાહ અને સચિવ પ્રદીપ જોશી આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વિજ્ઞાન ભારતી વિષે પોતાના વકતવ્યો રજુ કરશે. આ વર્કશોપમાં પ્રાથમિક, માઘ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ ડીપ્લોમાં ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજો તેમજ સાયન્સ કોલેજોના ર00 જેટલા ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકો અને પ્રાઘ્યાપક મિત્રો જોડાય તેવી અપેક્ષા છે.

જિલ્લા શિક્ષણ અધિકારી કૈલા દ્વારા શાળાઓના આચાર્યઓને તેમની શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો રજીસ્ટ્રેશન કરાવે તે અંગેનો તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસિટીના રજીસ્ટ્રાર ડો. ખેર દ્વારા શહેરની તમામ ડીગ્રી તેમજ ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોલેજોના આચાર્ય ઓને આ અન્વયે સુચિત કરવામાં આવેલ છે. કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા માટે વર્કશોપમાં માર્યાદિત સંખ્યામાં રજીસ્ટ્રેશન સ્વીકારવાના હોય તા. 9-6-23 સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન  કરાવી લે. ‘અબતક’ નીશુભેચ્છા મુલાકાતે  ડો. નિકેશ શાહ, પ્રદીપ જોશી, ડો. અતુલ વ્યાસ, ડો. એચ.એચ. ભટ્ટ, ઋષિકેશ અગ્રાવત, ડો. નીરવ શાહ, કે.પી. હીરપરા, હરેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશ પાઠક, હરેશ ભુટક, ઋષિકેશ અગ્રાવત, એસ.જે. પટેલ  ઉ5સ્થિત છે.

વર્કશોપમા ભાગ લેનાર તમામ શિક્ષકો અને પ્રાઘ્યાપક મિત્રોને પોર્ફેસર પી.સી. વૈદ્ય લીખીત પુસ્તક ‘ચોક અને દસ્તાર’ ભેટ સ્વરુપ તેમજ વેલકમ કીટ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. વધુ માહીતી માટે પ્રદિપ જોષી, (મો.નંં. 99248 44699) તથા ડો. અતુલ વ્યાસ મો. નં. 98244 60842 નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.