મા કાત્યાનીનું પૂજન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તી થાય છે

કાત્યાયનીની ઉપાસના કરવાથી મન બે ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્રમાં સ્થિર થાય છે

મા દુર્ગાનું વધુએક સ્વરૂપ કાત્યાયની છે માતાજી વ્રજમંડળના અધિષ્ઠામી દેવી છે. માતાજીનું સ્વરૂપ અતયની ભવ્ય છે. અને પ્રતિષ્ઠા વાત છે. માતાજીનો વર્ણ સુવર્ણસમાન સુશોભીત છે. અને દિવ્ય છે. માતાજીના ચાર હાથ મા એકમા અભયમુર્દ્રા છે. તથા બીજા હાથમાં વર મુર્દ્રા છે તથા તલવાર અને કમળ છે વાહન સિંહનું છે.

માતાજીની ઉપાસનાથી મન આજ્ઞા ચક્રમાં સ્થીર થઈ જાય છે. માતાજીએ મહિષાપુર નો વધ કરેલો આ માતાજીની ઉપાસનાથી ધર્મ, અર્થ,કામ અર્થ અને મોક્ષની પ્રાપ્તી થઈ જાય છે. તથા રોગ સંતાપ ભય નષ્ટ થઈ જાય છે. અને સાથે જન્મોજન્મના પાપ દૂર થઈ જાય છે. કાત્યાયની માતાજીના સાનિધ્યમાં રહીને પુજા ઉપાસના કરવાથી પરમપદની પ્રાપ્તી થાય છે. આથી હમેશા માતાજી કાત્યાયની ની પૂજા કરવી જોઈએ.

મંત્ર: ૐ ક્રીં શ્રીં ત્રિનેત્રાયે નમ:નૈવેધ: માતાજીને પંચામૃત તથા પેડા અર્પણ કરવા