Abtak Media Google News

જૂનાગઢ, અમદાવાદ અને બરોડા મહાનગરપાલિકાની ૩ બેઠક અને માળીયા મિયાણા, રાજુલા, સલાયા, છાંયા, ખંભાળીયા સહિત ૧૭ બેઠકો માટે નગરપાલિકાની પેટા ચૂંટણી

મહાનગરપાલિકાની ૩ બેઠકો અને વિવિધ નગરપાલિકાની ૧૭ બેઠકો ઉપર આજે પેટાચૂંટણી યોજાવાઈ રહી છે ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયાગ સરળતાથી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંબંધીત નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કચેરી-સંસઓની રજા જાહેર કરવાની મળેલી સત્તા અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા સરકારી કચેરીઓ, શાળાઓ અને અન્ય સરકારી સંસઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેમ સામાન્ય વહીવટી વિભાગના અધિક સચિવના યાદીમાં જણાવાયું છે.

જે સનિક સ્વરાજની સંસ્થાઓની પેટા ચૂંટણી આજે યોજાશે ત્યાંની ખાનગી સંસ્થાઓમાં, બેંકો, રેલવે અને પોસ્ટ ઓફિસ અને અન્ય સંસઓમાં કામ કરતા મતદારોને મતદાન માટે કામના સમયમાં છુટછાટ આપવા સુચના આપી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ નં.૩૫, બરોડા મહાનગરપાલિકા વોર્ડ નં.૧૩ અને જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં.૩ મળી મહાનગરપાલિકાની ત્રણ બેઠકો ઉપર આજે પેટા ચૂંટણી યોજાશે

તેમજ છોટા ઉદેપુર નગરપાલિકા વોર્ડ નં.૪, પોરબંદર જિલ્લાની છાયા નગરપાલિકાના વોર્ડ નં.૬, મોરબી જિલ્લાની માણીયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.૨, અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકાના વોર્ડ નં.૭, ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં.૨ અને ૩ની એક બેઠક પર તથા વોર્ડ નં.૪ અને ૫ની ૩-૩ બેઠકો ઉપર અને વોર્ડ નં.૭ની ૨ બેઠકો ઉપર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકાની ર્વોડ નં.૧ની ૨ બેઠકો ઉપર તથા ખંભાળીયા નગરપાલિકાની વોર્ડ નં.૬ની એક બેઠક મળી નગરપાલિકાની કુલ ૧૭ બેઠકો ઉપર આજે પેટા ચૂંટણી યોજાવાની છે જે માટે તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ગઈ છે અને મતદારો પણ મતદાન કરવા પહોંચી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.