Abtak Media Google News

કોરોના કટોકટીની વચ્ચે, ભારત ઘણી મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરી રહ્યું છે. આવા કપરા સમયમાં દેશના ત્રણેય બાહુબળ મદદે આવ્યા છે. વાત કરીયે હવાઈ દળની તો ફરી એકવાર કાર્ગો એરક્રાફ્ટ મુશ્કેલીઓ વચ્ચે લાઈફલાઈન સાબિત થયું છે. જે ચીન સાથેના વિવાદ દરમિયાન લદ્દાખમાં ભારતીય સૈન્યનું મહત્વપૂર્ણ હથિયાર હતું.

લદ્દાખમાં ચીન સાથેના મુકાબલા દરમિયાન હેડલાઇન્સ બનાવનારી ભારતીય વાયુસેનાના કાર્ગો પ્લેન C -17 ની મુખ્ય ભૂમિકા રહી હતી, તે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. ભારતીય વાયુ સેનાનો C-17 ગ્લોબમાસ્ટરનો ત્રીજો કાફલો વિદેશથી ઓક્સિજન, દવાઓ અને કોરોના રાહત સામગ્રી લાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. હાલમાં, C -17નું આઠ હેવી ડ્યુટી વિમાન નિયમિતપણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્થળોએ ઉડાન ભરી રહ્યું છે, જે ઓક્સિજનની વિનાશક તંગીને દૂર કરવામાં મદદ કરે છે.

C 17 2
આ દિવસોમાં ભારતીય આર્મીનું C-17 ગ્લોબમાસ્ટર્સ વિમાન આખા વિશ્વમાંથી ઓક્સિજન ટેન્કર લાવવામાં અને દેશમાં અલગ અલગ જગ્યાએ તેનું પરિવહન કરવામાં વ્યસ્ત છે. C-17એ વિમાન છે જેનો હાલમાં મહત્તમ ઉપયોગ વિદેશોમાંથી કન્ટેનર લાવવા માટે કરવામાં આવે છે.

ભારતીય વાયુસેનાના પ્રવક્તા કમાન્ડર આશિષ મોગે જણાવ્યું હતું કે, ‘ભારતીય વાયુસેના સિંગાપોર, દુબઇ, બેંગકોક, ફ્રેન્કફર્ટ અને યુનાઇટેડ કિંગડમમાંથી 54 ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર અને 900 ઓક્સિજન સિલિન્ડર લાવ્યું છે. C -17 વિમાન દ્વારા મંગળવારે બ્રિજ નોર્ટનથી ચેન્નઈમાં 37 ટન વજન વારા ખાલી ઓક્સિજન સિલિન્ડરનું પરિવહન કરાયું હતું.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.