મોરના ઈંડા ચીતરવા ન પડેની ઉક્તિ સાર્થક કરતા સી.આર.પાટીલના પુત્ર

જીગ્નેશ પાટીલની ઓલ ઇન્ડિયા બીચ ફૂટબોલ સોકરના ચેરમેનપદે વરણી

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલની ઓલ ઇન્ડિયા બીચ ફૂટબોલ સોકરના ચેરમેન પદે વરણી થઈ છે. ગુજરાતીમાં કહેવત છે કે મોર ના ઇંડા ચીતરવા ના પડે. માતા પિતા ના લક્ષણો આપો સંતાનોમાં આવી જતા હોય છે. ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ માટે આ કહેવત બરાબર ફિટ થઇ જાય છે. કારણકે સી.આર.પાટીલની જેવી સર્વાભિમુખ પ્રગતિ તેમના પુત્ર જીગ્નેશ પાટીલમાં જોવા મળી રહી છે.

જીગ્નેશ પાટીલ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે. સાથે સાથે જીગ્નેશ પાટીલની પ્રિય રમત ફુટબોલ છે. યુવાઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે, ત્યારે ઓલ ઇન્ડિયા બીચ ફૂટબોલ સોકરના ચેરમેન પદે તેમની નિમણૂક થતા તેમના મિત્ર વર્તુળમાં તેમજ યુવાઓમાં હર્ષની લાગણી પ્રસરી છે.