- કાપોદ્રા વિસ્તારમાં CA સાથે જ કરોડોની છેતરપિંડી કરતો CA ઝડપાયો
- લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી
- છેતરપિંડીની જાણ થતા CA દ્વારા 1.55 કરોડની આરોપી સહિતના પરિવાર સામે ફરિયાદ નોંધાવી
- પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની કરી ધરપકડ
સુરત કાપોદ્રા વિસ્તારમાં CA સાથે જ કરોડોની છેતરપિંડી કરી હતી. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા CA દ્વારા 1.55 કરોડની આરોપી સહિતના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. વધારે નફો મળશે અને તમારુ ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપતો હતો. તેમજ આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો.
અનુસાર માહિતી મુજબ, કાપોદ્રાના CA અને તેના સંબંધીઓ સહિત 7 જણાએ સ્ટોક માર્કેટ અને મ્યુચલફંડમાં રોકાણ કરવામાં 1.55 કરોડની રકમ ગુમાવી છે. જેને લઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નરેન્દ્ર ઘુસા બાથાણીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે CA માર્શલ આરોપી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર બાથાણી પોતે ચાર્ટર્ડ એકાઉન્ટ છે. તેઓના ઓળખીતા માર્શલ સરખેદી પણ ચાર્ટર્ડ એકાઉન્ટ છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં CA સાથે જ કરોડોની છેતરપિંડી આચરતો CA ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેમજ વધારે નફો મળશે અને તમારુ ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપતો હતો. આ ઉપરાંત આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. તેમજ અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો હતો.
છેતરપિંડી થઈ હોવાની જાણ થતા CA દ્વારા 1.55 કરોડની આરોપી સહિતના પરિવાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી હતી. છેતરપિંડીનો આંકડો 25 કરોડે પહોંચે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 35 થી વધુ CA સહિત 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા છે. ભોગ બનેલાઓને કાપોદ્રા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
CA માર્શલ સરખેદીએ તેના CA મિત્ર નરેન્દ્ર બાથાણીને સ્ટોક માર્કેટ અને મ્યુચલફંડની કંપનીઓમાં રૂપિયા રોકાણ કરી સારો એવો નફો આપવાની વાત કરી હતી. આ સાથે તમારૂ ફંડ સિક્યોર રહેશે એમ પણ કહ્યું હતું. આથી સીએ નરેન્દ્રએ રોકાણ કરવાનું નક્કી કર્યુ હતું. સીએ આરોપી માર્શલ સરખેદી પાસે રૂપિયાની માંગણી કરી તો થાય તે કરી લે તારા રૂપિયા નહિ મળે, એટલું જ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. છેવટે CAએ પોલીસમાં ફરિયાદ કરી હતી.