Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાય

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં આજે રાજય સરકારના મંત્રી મંડળની એક બેઠક મળી હતી. જેમાં રાજયમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે આવામાં રાજયની આઠ મહાનગરપાલિકા સહિત ર7 શહેરોમાં હાલ અમલમાં રહેલા રાત્રિ કરફયુના કલાકો ઘટાડવા સહિતની છુટછાટ આપવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી શુક્રવારના રોજ રાત્રિ કરફયુની અવધી પૂર્ણ થઇ રહી છે. ત્યારે આજે સાંજે અથવા આવતીકાલે નવી ગાઇડ લાઇન જાહેર કરી દેવામાં આવશે.

રાજય સરકારના મંત્રી મંડળની દર બુધવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળે છે જેમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને નિર્ણયો લેવામાં આવે છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આવામાં હાલ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા ઉપરાંત કોરોના પ્રોઝિન્ટવિટી રેટનો વધુ રેશિયો ધરાવતા આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજળ પોર, નવસારી, બિલીમોરા, બારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્ર્વરમાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં છે જેની અવધી આગામી શુક્રવારે સવારે 6 કલાકે પૂર્ણ થઇ રહી છે. રાજયમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે ત્યારે શુક્રવારથી ર7 શહેરમાં રાત્રિ કરફયુના કલાકો ઘટાડવા અંગે કેબીનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. રાત્રિ કરફયુ રાત્રિના 11 થી સવારના પાંચ વાગ્યા સુધી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

આ ઉપરાંત અન્ય નિયંત્રણો પણ હળવા કરવામાં આવે તેવું હોય વર્તાય રહ્યું છે. દરરોજ સાંજે કોર કમિટિની બેઠક પણ મળે છે. આજે કોર કમિટિની બેઠકમાં રાત્રિ કરફયુ સહિતની નવ ગાઇડ લાઇન જાહેર કરાશે.

 

ગુજરાતમાં કોરોનાના નવા 2500 કેસ, 28ના મોત

 

ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ ઘટતો દેખાઈ રહ્યો છે ત્યારે હવે ગઈ કાલે રાજ્યમાં વધુ 2500 નવા કેસ નોંધાયા છે અને 28 દર્દીઓના મોત નિપજ્યા

રાજ્યમાં સતત 6 દિવસથી કોરોનાના નવા કેસ ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 10 દિવસ બાદ રાજ્યમાં કેસ 12 હજારથી ઘટીને 2500 થઈ ગયા છે. રાજ્યમાં 24 કલાકમાં 2502 નવા કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીના મોત થયા છે. આજે 7438 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 96.32 ટકા થઈ ગયો છે. રાજ્યમાં 8 જિલ્લા અને 4 મહાનગરમાં મોત નોઁધાયા છે. જ્યારે 25 જિલ્લા અને 4 મહાનગરમાં એકપણ મોત થયું નથી. તેમજ વેન્ટિલેટર પરના 199 દર્દી થઈ ગયા છે.

અમદાવાદમાં 894 કેસ, વડોદરામાં 546 કેસ, રાજકોટમાં 173 કેસ, સુરતમાં 155 કેસ અને ગાંધીનગરમાં 124 નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 6, રાજકોટમાં 4, વડોદરા શહેર અને ભરૂચ જિલ્લામાં 3-3 મોત થયાં છે. જ્યારે સુરત શહેર, મહેસાણા અને વલસાડ જિલ્લામાં 2-2 મોત નોઁધાયા છે. તો ભાવનગર શહેર, મોરબી, નવસારી, અમદાવાદ, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં 1-1 મોત નોઁધાયું છે.

ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ હજુ 33,632 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 199 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.