Abtak Media Google News

ઉત્તરપ્રદેશના આગ્રામાં તાજમહેલમાં બોમ્બ મૂકવાનો કોલ બોલાવ્યા બાદ આ વિસ્તાને ખાલી કરી દેવામાં આવ્યું છે. સીઆઈએસએફે પ્રવાસીઓને અચાનક તાજમહેલથી બહાર નિકાળી દેવામાં આવ્યા હતાં. આ અંગે પ્રવાસીઓ અને સીઆઈએસએફના જવાનો વચ્ચે કોઈ ઘર્ષણ પણ થયું હતું. પ્રવાસીઓ તાજમહેલના મુખ્ય ગેટ પર અડગ થઈ ગયા હતાં. જો કે અંદર મોક ડ્રીલ ચલાવવાની વાત કહેવામાં આવી રહી છે.

આ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે, કોઈએ પોલીસને તાજમહેલામાં બોમ્બ મુકવાની સુચના આપી હતી. પરંતુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાજમહેલની બાહર પહોચ્યા ગયા હતાં અને ગેટ બંધ કરીને પ્રવાસીઓને બહાર નિકાળી દેવામાં આવ્યા હતાં. હાલમાં તોજમહેલની બહાર પોલીસ અને અંદર સીઆઈએસએફ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જોકે, ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે કોઈકે જાણ કરી છે કે તાજમહલની નજીક બોમ્બ મૂકવામાં આવ્યો છે, જેનો થોડા સમય બાદ બ્લાસ્ટ કરવામાં આવશે, આગ્રા પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરીને સીઓ સદરની નેતૃત્વમાં એક ટીમ સાથે તાજમહેલ પરિસરમાં ચેકિંગ કરવામં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.