મળવા બોલાવે છે પણ હવે કારણ નથી આપતા

મળવા બોલાવે છે પણ હવે કારણ નથી આપતા,
કારણ આપીને દિલને ભારણ નથી આપતા.

લગાડી દિલને ચસ્કો હવે ચાહત નથી આપતા,
ચાહત આપી દિલને એ રાહત નથી આપતા.

મન મેળ હોવા છતાં મનમાં નથી આવતા,
આવીને મનને મોહલત નથી આપતા.

મુલાકાત માંગીને હવે મળવા નથી આવતા,
મળવા જો આવે તો મુસ્કાન નથી આપતા.

હર એક સવાલનો મારા જવાબ નથી આપતા,
આપું જો જવાબ તો હવે પરિણામ નથી આપતા.

દૂર રહે છે પણ હવે દર્દ નથી આપતા,
આપીને દર્દ હવે દુઃખી કરવા નથી માંગતા.

દૂરથી જોવે છે પણ હવે ઈશારો નથી આપતા,
કરીને ઈશારો એ એવી બદનામી નથી આપતા.

ફૂલની એ ફોરમ છે પણ હવે ફૂલ નથી આપતા,
આપીને ફૂલ એકબીજાને પારકા નથી માનતા.

ગુનેગાર છું પણ હવે એ સજા નથી આપતા,
આપીને સજા એ પ્રેમને કેદ નથી રાખતા.

સામે હોય છે પણ પુરાવો નથી આપતા,
આપીને પુરાવો એ સબંધને નામ નથી આપતા.

નીકળે છે એ રસ્તેથી પણ હવે મળવા નથી આવતા,
આવીને એ હવે પાછા જવા નથી માંગતા.

– જૈમિની ચુડાસમા