Abtak Media Google News

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈના નવા વિવાદમાં જોવા મળી રહ્યા છે, હાલમાં જ તેમને એક નિવેદન આપ્યું હતું જેમાં તે એક વિવાદમાં આવી ગયા છે અને સોશ્યિલ મીડિયા યુઝર્સે તેને નિશાના પર લીધા હતા. ipl સીઝનના Mr.IPL તરીકે જાણીતા છે . ઊત્તરપ્રદેશના રહેવાસી અને તામિલનાડુ પ્રીમિયર લીગની 5મી સીઝન શરૂઆતની મેચ માટે કોમેન્ટ્રી માટે આમંત્રણ આપ્યું હતું.
કોમેન્ટ્રી દરમિયાન તેઓ કોઈ સવાલનો જવાબ આપી રહ્યા હતા તે જવાબ આપતા તેઓએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યા, આ કારણે તેઓ સોશ્યિલ મીડિયામાં વિવાદમાં આવી ગયા છે. જેઓ હાલ ચેન્નાઇ સુપરકિંગ્સ તરફ થી IPL રમી રહ્યા છે. નિવેદન આપ્યા બાદ ફેન્સને જરા પણ પસંદ ના આવતા ભારે હોબાળો મચ્યો હતો.

Suresss

મેચ દરમિયાન એક કોમેન્ટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. એના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, ‘મને લાગે છે કે હું પણ બ્રાહ્મણ છું. હું 2004થી ચેન્નઈમાં રમું છું, મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે પણ રમ્યો છું. સુબ્રહ્મણ્યમ બદ્રીનાથ અને એલ. બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નઈની સંસ્કૃતિ પસંદ છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું. રૈના 2008થી જ આઇપીએલની પ્રારંભિક આવૃત્તિથી સીએસકે તરફથી રમી રહ્યો છે.

Suru

સોશિયલ મીડિયા પર યુઝર્સને રૈનાને પોતાને બ્રાહ્મણ કહેવાનું પસંદ નથી પડ્યું. એક યુઝરે લખ્યું છે કે સુરેશ રૈના, તમને પોતાને શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ નથી કર્યો, જોકે તમે ઘણાં વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યા છો. “બીજા એક યુઝરે કહ્યું હતું કે સુરેશ રૈનાએ આ પ્રકારનો શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.

રૈનાએ ભારત તરફથી 226 વનડેમાં 35.31ની સરેરાશથી 5615 રન બનાવ્યા હતા. તેણે 5 સદી અને 36 ફિફ્ટી ફટકારી છે, જ્યારે ટી-20માં રૈનાએ 66 ઇનિંગ્સમાં 29.18ની સરેરાશથી
1605 રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી 20 સદી પણ છે. રૈનાએ 18 ટેસ્ટ મેચ પણ રમી હતી, જેમાં તેણે સદીની મદદથી 768 રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.