Abtak Media Google News

વોર્ડ નં.૩-૪માં મંંત્રી હકુભાની આગેવાનીમાં લોકસંપર્ક કાર્યક્રમ શરૂ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બીજી ટર્મના એક વર્ષના શાસન દરમિયાન વિકાસના કાર્યોની ઝળહળતી સિદ્ધિઓનો પત્ર ઘર ઘર સુધી પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરપાલિકા દ્વારા જે અભિયાન શરૂ કરાયું છે તેના ભાગરૂપે વોર્ડ નં. ૩ વિકાસગૃહ વિસ્તાર અને વોર્ડ નં. ૪ ગાયત્રી ચોક, નવાગામ (ઘેડ) વિસ્તારમાં રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) ની આગેવાનીમાં શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા તેમજ મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિ સાથે લોકસંપર્કનો કાર્યક્રમ હાથ ધરાયો હતો.

પ્રધાનમંત્રીના પત્ર લોકોને આપતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજાએ જણાવ્યું હતું કે દેશના મહાન સ્વપ્નાઓને પૂરા કરવા માટે દેશની જનતાના આશીર્વાદ સાથે બીજી ટર્મમાં ઝળહળતી સફળતા પ્રધાનમંત્રીને જનતાએ આપી છે. પ્રધાનમંત્રી દ્વારા જે જુદા જુદા વિકાસના મહત્ત્વના કાર્યો, નિર્ણયો લેવાય રહ્યા છે ત્યારે જન-જન સાથે જોડાયેલી જન અને મનની જનશક્તિ, રાષ્ટ્રશક્તિની ચેતનાને પ્રજ્જવલીત કરી રહી છે. આજે ભારત દેશ સામાજિક રીતે, આર્થિક રીતે બધી જ દિશાઓમાં આગળ વધી રહ્યો છે. હાલમાં કોરોના જેવી મહામારી સમયે ૧૩૦ કરોડ ભારતીયોએ પોતાની તાકાતી આર્થિક ક્ષેત્રે વિશ્વને ચકિત જ નહીં, પણ પ્રેરિત પણ કરી શકે એમ છે. આત્મનિર્ભર ભારત અભિયાન માટે રૂપિયા ર૦ લાખ કરોડનું પેકેજ એક મોટું પગલું છે. કોરોનાએ ભારતને પણ સંક્રમિત કર્યું ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર હતી, પરંતુ વિશ્વના શક્તિશાળી અને સંપન્ન દેશોની તુલનામાં ભારતવાસીઓની સામૂહિક તાકાત અને ક્ષમતાના અભૂતપૂર્વ દર્શન જોવા મળ્યા છે. જામનગર શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ પ્રધાનમંત્રીના પત્ર સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઈને બુવાઈસ ઘર-ઘરનો સંપર્ક કરી પત્ર લોકો સુધી પહોંચાડવાનું આહ્વાન કર્યું હતું. તેઓએ ભારતીય વિચારધારાની લોકોની વચ્ચે રહેવાની મહત્ત્વની ભૂમિકા ભાજપનો કાર્યકર કરી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

મહાનગરપાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા પ્રધાનમંત્રીના પત્ર પહોંચાડવાના આ અભિયાનમાં ભાજપના કાર્યકરને જોડનીથી લોકો સુધી દેશના વડાપ્રધાનનો સંદેશો પહોંચાડવાનું જે તક મળી છે તેને ગૌરવભેર આવકારી હતી. પૂર્વ મેયર દિનેશભાઈ પટેલે ભાજપના કાર્યકરોને વડાપ્રધાનનો પત્ર બુવાઈસ જન-જન સુધી પહોંચાડવાની આવશ્યક્તા ઉપર ભાર મૂક્યો હતો. તેઓએ આ પત્રના માધ્યમથી વડાપ્રધાને મોકલાવેલા સંદેશ દ્વારા દેશમાં થયેલા વિકાસના કાર્યોની જાણકારી લોકોને મળશે. આ પત્ર વિતરણ કાર્યક્રમમાં શહેર સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા તેમજ ડો. વિમલભાઈ કગરા, ઉપપ્રમુખ ખુમાનસિંહ સરવૈયા, વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અલ્કાબા જાડેજા, વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જડીબેન સરવૈયા, વોર્ડના કાર્યકરો દિલીપસિંહ જેઠવા, જયરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ વાઘેલા, કિશોરસિંહ જાડેજા, વિજયસિંહ ગોહિલ, શૈલેષસિંહ વાઢેર, મનસુખભાઈ ખાણધર, સામતભાઈ પરમાર, જીતેશભાઈ શિંગાળા, આઈ.કે. જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ જાડેજા, કાંતિભાઈ બારોટ, ઘનશ્યામસિંહ ઝાલા, દર્શનભાઈ ત્રિવેદી, દિલીપસિંહ જાડેજા, ઋષિભાઈ ટાંક, નરેનભાઈ ગઢવી, પ્રવિણભાઈ અમૃતિયા, અશ્વિનભાઈ છાપિયા વિગેરે પત્રિકાનું વિતરણ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.