Abtak Media Google News

આજે વિશ્ર્વ સાક્ષરતા દિન

નિરક્ષરતા નાબુદી મુહિમના મહામાનવો વિયેટનામાના હોન્ચીમીંચે અને ડેન્માર્કના ગુન્ટીવીન સાક્ષરતાના ચાહકો

 

અબતક, નટવરલાલ જે ભાતિયા, દામનગર

તા ૮ મી સપ્ટેમ્બર વિશ્વમાં “વિશ્વ સાક્ષરતા દિન” તરીકે ઊજવવામાં આવે છે  વિયેટનામના હોન્ચીમીજો અને ડેન્માર્કના ગુન્ટીવીન નામના મહાનુભાવોએ નિરક્ષરતાનાબૂદી અંગે તેમના દેશમાં લોકશાળાઓ  (પબ્લિક સ્કૂલ) શરૂ કરીને નિરક્ષરોને ભણાવવાનું કાર્ય કર્યું હતું તેમના જન્મદિવસ ૮ મી સપ્ટેમ્બર ને સાક્ષરતા દિન તરીકે ઉજવાય છે આ કેળવણી ધીમે ધીમે અન્ય દેશો માં અલગ અલગ નામો થી અભિયાનો ચાલ્યા ભારત માં ૧૯૩૭ માં પૌઢ શિક્ષણ ને માનવ જીવન સાથે સાંકળી ને યુનેસ્કો એ ૧૯૬૦ માં “બદલતે વિશ્વ મેં પૌઢ વિશ્વ શિક્ષા” નું ઉત્તમ આચરણ શરૂ થયું અને સાક્ષરતા દર વધ્યો સ્ત્રી શિક્ષણ નો દર વધ્યો ભારતીય બંધારણ ની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઈન ને આધીન ૧૫ થી ૩૫ ની વય જૂથ માં નિરક્ષરતા નાબૂદ કરવા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ની સ્થાપના કરાય દરેક રાજ્યો માં તબક્કા વાર સાક્ષરતા ના કાર્યક્રમો ચાલવા લાગ્યા પૌઢ શ્રમિકો માટે રાત્રી શાળા ઓમા જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરે આ મુહિમો ચાલી અને સરકારો દ્વારા  નિરંતર શિક્ષણ પ્રોજેકટ મંજુર કર્યો રાજ્ય ના દરેક જિલ્લા ઓમાં નોડલ કેન્દ્રો માં નિરંતર શિક્ષણ કેન્દ્રો ની રચના ઓ ૨૫૦૦ ની વસ્તી વચ્ચે નિરંતર શિક્ષણ કેન્દ્ર દસ કેન્દ્રો વચ્ચે એક નોડલ થી ભારત સરકાર ના માર્ગદર્શન હેઠળ પૌઢ શિક્ષણ રિસોર્સ સેન્ટર દ્વારા જરૂરી સાહિત્ય પૂરું પાડવા માં આવ્યું કોઈ નિરક્ષર ન રહે તેની કાળજી સાથે ની મુહિમો મહાનગરો થી લઈ છેવાડે ના ગામડા ઓ સુધી વિસ્તરી અને નિરક્ષરતા ના કલંક ને નાબૂદ કરવા માં અક્ષર જ્ઞાન નું બીજ રોપનાર વિયેટનામ ના હોન્ચીમીંચે અને ડેન્માર્ક ના ગુન્ટીવીન ને શ્રેય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.