Abtak Media Google News

ડીલે કોન્ડોન…ડીનાઇડ જસ્ટિસ !!!

બંધારણીય અધિકાર ને કોઇ સમયમર્યાદા ન નડી શકે: મિલકત બાબત તથા કોઇ પક્ષકારને મોટું નુકસાન થતું હોય ત્યારે ડીલે કોન્ડોનની અરજી ને ધ્યાને લેવી જોઈએ

 

અબતક, નવીદિલ્હી

ભારત દેશની ન્યાયપ્રક્રિયા ખૂબ મહત્વ ધરાવે છે ત્યારે સેક્સન 5માં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે જે લીટીગેશન ના કેસ હોય તેમાં જ નિર્ધારિત સમય આપેલો હોય અને કોઈ પ્રકાર તે સમયગાળામાં પિટિશન દાખલ ન કરી શક્યા હોઈ તેવા કેસમાં શું ડીલે કોન્ડોનની અરજી કરી શકાય ખરી ? . આ પ્રવિધાનમાં એ વાત કરવામાં આવી છે કે જે બંધારણીય અધિકાર આપવામાં આવેલો હોય તેમાં કોઇપણ પ્રકારની સમય મર્યાદા ન મળી શકે પરંતુ બહારના અધિકારો ઉપર સમય મર્યાદા લાગી શકે છે. કોઈપણ પક્ષકારને નીચલી કોર્ટમાં જે ચુકાદો આપવામાં આવેલો હોય ત્યારે તેનાથી કોઇ પક્ષકારને જો સંતોષ ન થયો હોય તો તે નિર્ધારિત સમય મર્યાદામાં ઉપલી કોર્ટમાં પીટીશન દાખલ કરી શકે છે જેના માટે પક્ષકારે ડીલે કોન્ડોનની અરજી કરવી પડે છે. પરંતુ ઘણા કેસમાં નામદાર કોર્ટ દ્વારા આ મુદ્દાને ધ્યાને લેવામાં આવતો નથી આ સમયે જો મિલકત બાબત અથવા કોઈ એક પક્ષ કારને આર્થિક મોટું નુકસાન થતું હોય તે સ્થિતિમાં કોર્ટે આ અરજી ને ધ્યાને લેવી જોઈએ જેથી ન્યાયપ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે. કોઈપણ કારણોસર નિર્ધારિત સમયમાં પિટિશન દાખલ કરી શક્યા ન હોઈ અરે તેનો મતલબ એ સહેજ પણ નથી થતો કે તેઓ જાણી જોઈને અથવા તો ગંભીર ભૂલ દાખવીને તેઓએ અરજી કરેલી નથી. રામદાસ કોર્ટે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ જેથી એ વાત સ્પષ્ટ થઈ શકે કે, કારણોસર અરજી કરી શક્યો નથી.

આ તમામ સ્થિતિને ધ્યાને લઇ એ વાત સામે આવે કે મુદત બાદ દાખલ કરવામાં આવતી પિટિશનને ડિપોઝ કરી શકાય કે કેમ ?  પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે લોકો પોતાનો બંધારણીય અધિકાર જાણતા નથી. દામા જો બંધારણીય અધિકાર લોકોને લાગુ પડતો હોય તો તે પ્રકારના કેસમાં સમય મર્યાદા ન હોઈ શકે પરંતુ જે કોઈ બહારના અધિકારોને લઈ સરકાર દ્વારા નિયત સમયમાં અરજી કરવામાં આવેલી ન હોય તો ડીલે કોન્ડોન પણ માન્ય રાખી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.