Abtak Media Google News

2018માં જેમનું મોત થઈ ગયું છતા 2021માં અપાઈ મૃતકના નામે વેકિસન: પરિવારનાં સભ્યો દ્વારા યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી

ઉપલેટા શહેરમાં એક અચંબીત કિસ્સો સામે આવ્યો છે જેમાં હાલ ઉપલેટામાં ચાલી રહેલા કોરોના વેકિસન કેન્દ્ર પરથી વર્ષ 2018માં મૃત્યુ પામેલા વ્યકિતના નામે વર્ષ 2021માં કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ અપાયો હોવાનો સર્ટીફીકેટ સામે આવ્યું છે. ત્યારે આવી બાબત સામે આવતા મૃતકના પરિવારના સભ્યો પણ આશ્ર્ચર્યચકિત થઈ ગયા છે. અને આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામા આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સરકારની સૂચના અનુસાર તબકકાવાર કોરોના વેકિસનની પ્રક્રિયા શરૂ છે અને આ વ્યકિતને કેન્દ્ર પર પણ લોકો વેકિસન લેવા બહોળા પ્રમાણમાં જઈ રહ્યા છે. પરંતુ આ વેકિસન બાબતે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામનાર વ્યકિત હરદાસભાઈ દેવાયતભાઈ કરંગીયાને ત્રણ વષ બાદ કોરોના વ્યકિતનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોવાનું સર્ટીફીકેટ સામે આવતા ઉપલેટા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જુઓ વિડીયો

ઉપલેટાના રહેવાસી હરદાસભાઈ દેવાયતભાઈ કરંગીયાનું આજથી ત્રણ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં અવસાન થયું હતુ જે બાદ તેમના અવસાનના ત્રણ વર્ષ પછી વર્ષ એટલે કે 2021માં કોરોના વેકિસનનો વેકિસન કેન્દ્ર પરથી પ્રથમ ડોઝ અપાયો હોવાની બાબત સામે આવી છે.

મૃત્યુ પામનાર વ્યકિતના નામે કોરોના વેકસીન અપાઈ હોવાની અપાઈ હોવાની આ બાબતની જાણ મૃતકના પરિવારના સદસ્યોને થતા તેઓ પણ અચંબીત થઈ ગયા છે. અને આ મૃત્યુ પામનાર વ્યકિતના નામે કોણ અને કઈ રીતે વેકિસન લઈ ગયું તે પણ વિચારી રહ્યા છે. કારણ કે પરિવારના સદસ્યો જણાવે છે કે તેમના પરિવારના સદસ્ય હરદાસભાઈ કરંગીયા ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામી ચૂકયા છે છતા પણ તેમના નામે કોઈએ ખોટી રીતે વેકિસન લીધી હોય અથવા તો તંત્ર દ્વારા તેમના નામે કોઈ અન્ય વ્યકિતને ખોટી વેકસીન અપાવી હોય તેવી વાતને લઈને તેઓ પણ ચિંતાતુર બન્યા છે.

પરિવારના સદસ્યો જણાવે છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને કોને આવી રીતે વેકિસન લીધી અને કોના દ્વારા આવી રીતે વેકિસન આપવામાં આવી અને શા માટે આપવામાં આવી તેવી તમામ બાબતો ધ્યાન લઈને જવાબદાર સામે કાયદાકીય પગલાલેવા જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.