શું બાળકોને રસી આપી શકાય?

રસીની રસ્સાખેંચમાં દિલ્હી હજુ દૂર

અમેરિકા સહિતના દેશોમાં કોરોનાનું રસીકરણ શરૂ થઇ ચૂકયું પરંતુ બાળકો પર થયેલા પરીક્ષણોના આંકડા આવવાના હજુ બાકી

રસી આપ્યા બાદ બાળક ઉપર આડઅસર દેખાય તો ગંભીર સ્થિતિ સર્જાય તેવી દહેશત

કોરોના મહામારીને રોકવા માટે વિશ્વભરના ટોચના દેશોએ તબક્કાવાર રસીનો આવિષ્કાર કર્યો હોવાનો દાવો કર્યો છે. રસિકરણની પ્રક્રિયા અમેરિકા, બ્રિટન અને રશિયા સહિતના દેશોમાં શરૂ થઈ ચૂકી છે. પરંતુ ભારતમાં રસ્સીની રાસખેંચ જામી છે. હજુ રસી માટે દિલ્હી દૂર છે. રસીની અસરકારકતા મુદ્દે સવાલો ઉઠ્યા છે. રસી ક્યારે કોને કેવી રીતે મળશે તે અંગે પૂરતી સ્પષ્ટતા નથી. ત્યારે બાળકોને રસી આપી શકાશે કે કેમ? તેવો પ્રશ્ન પણ ઉઠ્યો છે હજુ રસીના પ્રયોગો પરથી વિવિધ એજ ગ્રુપ અંગે ડેટા મળી શક્યા નથી. પરિણામે આ ડેટા આવતા વર્ષે મળે તેવી શક્યતા પણ છે ફિઝર વેક્સિન અત્યાર સુધીમાં અમેરિકાની અંદર ૧૬ લોકોને અપાઇ ચૂકી છે ઓક્ટોબર મહિનામાં બાળકો પર પરીક્ષણ શરૂ થયું હતું હજુ આ પરિક્ષણ કેટલાક મહિના ચાલુ રહેશે.

સામાન્ય રીતે પુખ્ત લોકોની સરખામણીમાં બાળકોને કોરોનાનું સંક્રમણ ઓછું જોવા મળે છે. પરંતુ બાળકોને કોરોનાનો ચેપ લાગી જાય તો વધુ ખતરો છે. અત્યાર સુધી મોટાભાગે જે લોકોને રસી આપવામાં આવી છે તે પુખ્ત અથવા તો પ્રૌઢ વયના છે રસી અપાયા બાદ તેની આડ અસર કેવી રહેશે તે અંગે અસમંજસ જોવા મળે છે મોટી વયના લોકો નું તો ઠીક પરંતુ નાનાં બાળકોને મોટા પ્રમાણમાં આડઅસર થાય તો જોખમ વધી શકે છે આવી સ્થિતિમાં રસીની રસ્સાખેંચ બાળકો માટે જોખમી નીવડી શકે છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને રોકવા માટે નિષ્ણાતોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા સહિતની સલાહો આપી હતી. ભારતમાં આ તમામ મુદ્દે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી. જોકે હવે કેટલીક કંપનીઓ દ્વારા રસી બનાવી લેવાય છે. પરીક્ષણના તબક્કા ચાલુ છે. એકલા ભારતમાં જ આઠ કંપનીઓ દ્વારા રસીના પ્રયોગો ચાલુ હોવાનું જાણવા મળે છે અલબત્ત સામાન્ય રીતે કોઈ રોગ ની રસી ના પરીક્ષણમાં ત્રણ ત્રણ વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોય છે ત્યારે કોરોના મહામારી ની રસી એક વર્ષ જેટલા સમયગાળા માં કેવી રીતે બજારમાં આવી જાય? તે મોટો પ્રશ્ર્ન છે. લોકોમાં રસીની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કોરોનાવાયરસની શરૂઆત સાથે લાખો લોકોએ વિવિધ શારીરિક મુશ્કેલીઓનો અનુભવ કર્યો છે. તાવ આવવો, ગળું બળવું જેવા લક્ષણો કોરોનાના સંક્રમણના છે. જોકે લાખો લોકો એવા છે કે જેમને કોરોના વાયરસનો ચેપ લાગી ગયા બાદ સજા પણ થઇ ગયા હોય છતાં તેમને તેનો ખ્યાલ રહેતો નથી. જેની પાછળ ક્યારેક લક્ષણ ઓળખવામાં થાપ ખાઇ જવાની બાબત પણ કારણભૂત હોય શકે. કોરોના વાયરસ તેની તીવ્રતાની સાથોસાથ કેટલાક સ્થળોએ લક્ષણો પણ બદલતો હોવાનું સામે આવ્યું છે. પ્રારંભિક તબક્કે તાવ અને ગળામાં બળતરા સહિતના લક્ષણો કોરોના સંક્રમણ લાગ્યા બાદ જોવા મળતા હતા જોકે હવે આવા લક્ષણોમાં ધરખમ વધારો થયો છે.

કોરોના થયો છે કે કેમ ? ઘર બેઠા જાણી શકાશે !

સામાન્ય લક્ષણ કયા છે?

કોરોના વાયરસના મોટા ભાગના લક્ષણો લોકોને ખબર છે અલગ અલગ તાસીર મુજબ અલગ અલગ લોકોને લક્ષણ જોવા મળે છે.

૧ તાવ

૨ નાક વહેવું

૩ ઉબકા

૪સૂંઘવાની

શક્તિ ગુમાવવી

૫ ગાળું બળવું

માથું દુ:ખવું

ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રેવેંશન (સીડીસી)ના અભ્યાસ મુજબ કોવિડ ૧૯નો ચેપ લાગ્યો હોવાનું સૌથી મોટું લક્ષણ માથાનો દુ:ખાવો છે. ઉપરાંત શરીરના સાંધામાં દુ:ખાવો પણ અનુભવાય છે.

સ્નાયુઓનો દુ:ખાવો

એનલ્સ ઓફ ક્લિનિકલ એન્ડ ટ્રાન્સલેશન ન્યુરોલોજીના જર્નલ મુજબ ૪૪.૮ ટકા લોકોને સંક્રમણ લાગ્યું હોય ત્યારે સ્નાયુઓનો દુ:ખાવો અનુભવાયો હતો. જે ક્યારેક અસહ્ય પણ બની ગયો હતો.

મૂંઝવણ

કોરોના સંક્રમણ લાગ્યા બાદ માનસિક સંતુલન ઉપર પણ અસર થઈ હોવાના કિસ્સા જોવા મળ્યા છે. કેટલાક દર્દીઓ મૂંઝવણ અનુભવતા હોવાનું એક અભ્યાસ પરથી સાબિત થયું છે. કોરોના વાયરસનું આ લક્ષણ ખૂબ ઓછા પ્રમાણમાં  જોવા મળે છે અને લોકોમાં ખાસ જાણીતું પણ નથી. એક અભ્યાસમાં ભાગ લેનાર ૩૧% લોકોને મુંઝવણનો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે.

સુગંધ અને સ્વાદ પારખવાની શક્તિ ગુમાવવી

સંક્રમણ લાગ્યા બાદ મોટા ભાગના કિસ્સામાં લોકો સુગંધ અને સ્વાદ પારખવાની શક્તિ ગુમાવી દે છે. આ લક્ષણ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. એવું બને કે તાવ સહિતના કેટલાક લક્ષણો દેખાય નહીં તો વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે તેની કલ્પના પણ ન થાય.

આંખમાં બળતરા

કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોટાભાગના દર્દીઓએ આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદો કરી હતી. જોકે, આંખમાં બળતરા થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવાથી પણ આંખો દુ:ખે અથવા બળતરા થાય એવી માન્યતા હોય છે ત્યારે જો આવું લક્ષણ દેખાય તો પણ કોરોનાનો રિપોર્ટ કરવી લેવો હિતાવહ છે.