Abtak Media Google News

 ગુજરાત હાઇકોર્ટ આવકવેરા વિભાગને નોટિસ ફટકારી

 

અબતક, અમદાવાદ

ભારતમાં આવકવેરા વિભાગની જે કામગીરી છે તે ખૂબ જ અને નિર્ધારિત કરવામાં આવી છે પરંતુ ઘણી વખત આવકવેરા વિભાગ દ્વારા જે રીતે કાર્ય કરવામાં આવતા હોય છે ત્યારે તેની જાટકણી પણ એ જ રીતે થતી હોય છે. આ સ્થિતિને ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટે આવકવેરા વિભાગને નોટિસ ફટકારી. પ્રાપ્ત માહિતી મુજબ આપેલા વિભાગ મૃત્યુ વળતર ઉપર જે ટેકસ ડિમાન્ડ ઊભી કરતું હોય છે તે સહેજ પણ યોગ્ય નથી.

પીછે પડ ગયા ઇન્કમટેક્ષમ !!!

બીજી તરફ એક્સિડેન્ટલ ડેથમાં પણ જે વ્યક્તિને વળતર આપવામાં આવતું હોય છે તેના ઉપર પણ ટેકસ લેવામાં આવતો નથી ત્યારે આવકવેરા વિભાગ દ્વારા ક્યાં કારણોસર ટેક્સ વસુલવામાં આવે છે તે અંગેનો જવાબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા માંગવામાં આવેલો છે. આવકવેરા વિભાગ ત્યારે જ માટે માંગણી કરી શકે ત્યારે જે તે રકમ ઉપર આર્થિક ઉપાર્જન થતું હોય. તો સત્ય વાસ્તવિકતા તો એ છે કે મૃત્યુ વળતર ઉપર ટેકસની વસૂલાત કરવી તે સહેજ પણ યોગ્ય નથી જેને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આવકવેરા વિભાગને તાકીદ કરવામાં આવી છે અને તેને નોટિસ પણ પાઠવવામાં આવેલી છે.

આવકવેરા વિભાગ દ્વારા ૩૧ માર્ચ 2020 ના રોજ એક નોટિસ પાઠવવામાં આવી હતી જેના વિરોધમાં કલ્પેશ દલાલ દ્વારા પીટીશન દાખલ કરવામાં આવી હતી. ટ્યુશનમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી હતી કે તેમના ધર્મપત્ની સપ્ટેમ્બર ૧૯૮૬માં જે ફ્લાઈટ મુંબઈથી ટેક-ઓફ થઈ હતી ત્યારે કરાચી માં લેઓવર સમય દરમ્યાન ગનફાઈટ થઇ હતી જેમાં ૨૦ લોકો ના મૃત્યુ નિપજયા હતા. પરિણામે દલાલ પરિવાર ને વર્ષ ૨૦૧૨ અને વર્ષ 2014માં વળતર પેટે ૩૪.૨૪ લાખ રૂપિયા મળ્યા હતા. વળતરની રકમ ઉપર આવકવેરા વિભાગ દ્વારા પેક લગાવવામાં આવ્યો હતો જે ખરા અર્થમાં સહેજ પણ યોગ્ય નથી અને પરિણામે દલાલ પરિવાર દ્વારા આ અંગે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી છે. પીટીશન દાખલ થયા બાદ હાઈકોર્ટે આ મેટર ઉપર તે મૂકવામાં આવ્યો છે અને કોર્ટે આવકવેરા વિભાગને તાકીદ પણ કરી છે કે આ મુદ્દે હવે કોઈ પણ પગલા લેવામાં ન આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.