શું મનુષ્યનું જીવન 150 વર્ષ સુધી જ સીમીત રહી શકે ?

0
82

માનવ સમાજને દિર્ધાયુની અપેક્ષામાં ક્યારેય તૃપ્ત થતો નથી. મોટાભાગના આપણે એવું માનીએ છીએ કે સરેરાશ લોકો 80 વર્ષ સુધી જીવી શકે. કેટલાંક લોકો તો 100 વર્ષથી પણ વધુ જીવી જાય છે. વિશ્ર્વના ઓકીનાવા, જાપાન, સરદનીયા, ઈટાલી અને કેટલાંક વિસ્તારોમાં સૌથી જૂના લોકો હયાત જોવા મળે છે. ફ્રાન્સની જેનેકેલમેન્ટ નામની મહિલા 122 વર્ષ જીવી હતી. તેનો જન્મ 1875માં થયો હતો ત્યારે 43 વર્ષની સરેરાશ આયુ માનવામાં આવતી હતી.

લાંબી જીવન રેખાનો સીધો સંબંધ વ્યક્તિ બીમારીથી કેમ બચે છે અને લાગુ પડેલી બીમારીથી કેટલા જલ્દી સાજા થઈ જાય છે તેના પર નિર્ભર

સમગ્ર માનવજાતમાં એક સવાલ વારંવાર ચર્ચાઈ રહ્યો છે કે, માનવી ખરેખર કેટલુ જીવી શકે ? આ પ્રશ્ર્ન સદીઓથી ચર્ચાય છે. માણસનું સરેરાશ આયુષ્ય જીવનના વર્ષો અને જીવનની અપેક્ષાની ગણતરી કરવી સહેલી છે પરંતુ વધુમાં વધુ જીવવું અને દિર્ધાયુ ભોગવવું તે હવે માનવી માટે શક્ય બની જશે. વિશ્ર્વમાં વારંવાર જીવન રેખાની લંબાઈ-ટૂકાઈની ગણતરી થતી રહે છે. વર્તમાન સમયમાં ચાલી રહેલા અભ્યાસમાં સરેરાશ લોકો 140 વર્ષ સુધી જીવી શકે છે જો ખેવના અને સાવચેતી રાખવામાં આવે તો 150 વર્ષની જિંદગી પણ શક્ય છે.

જીવન રેખા અને માણસના સરેરાશ આયુષ્યની ગણતરીના અલગ અલગ માપદંડો રાખવામાં આવ્યા છે. 19મી સદીમાં આ પ્રયત્નો વધુ સક્રિય બન્યા. 19મી સદીમાં માનવ મૃત્યુનું પ્રમાણ એકાએક વધી ગયેલા રોગચાળાના કારણે વધ્યા હતા. મૃત્યુના સંજોગો કેન્સર, હૃદયરોગ, વાયરસ અને અન્ય ચેપી બિમારીઓથી 8 થી 10 વર્ષમાં જ બે ગણુ વધી જવા પામ્યું હતું.

શરીરના તમામ અવયવો ટનાટન હોય તો મૃત્યુ સામે જિંદગી લાંબા સમય સુધી જીક જીલી શકે !

એકાએક રક્તકણ, ત્રાકકણ, શ્ર્વેતકણની સંખ્યામાં વધઘટ જીવન રેખાને વિચલીત કરી શકે અને અધવચ્ચે જ તોડી શકે

 

માણસનું આયુષ્ય કેટલું હોય ?, કેટલું જીવી શકે ? તે માટેની ગણતરીના અલગ અલગ માપદંડોમાં જીવનના સૌથી વધુ બાધક પરિબળો તરીકે બિમારીને ગણવામાં આવે છે. માણસના આયુષ્યમાં જીવન દરમિયાન કંઈ કંઈ બિમારીથી પસાર થવું પડે છે અને બિમારીને કેટલા સમયમાં મહાત આપી તેના ઉપર આધાર છે. દા.ત.આંખોની નબળાઈ, ફેફસાની કમજોરી અને શરીરના અવયવો કેવા કામ કરે છે તેના પર માણસનું ભવિષ્ય નક્કી થાય છે. જો બધુ બરાબર ચાલે તો 120 વર્ષ સુધી કંઈ ન થાય. જો કે, અમેરિકામાં થયેલા અભ્યાસમાં માનવ જીવન 150 વર્ષ સુધી શક્ય છે.

માનવ જીવન અને મૃત્યુનો સીધો સંબંધ બીમારી સાથે રહેલો છે. કેટલા સમયમાં રોગમાંથી મુક્તિ મળી અને શરીરના અવયવોની તંદુરસ્તી ઉપર આધાર રાખવામાં આવે છે. 70 હજાર જેટલા લોકો પર કરવામાં આવેલા સર્વેમાં 85 અને તેની સમકક્ષ જીવન રેખા જણાવતા લોકોમાં ડાયનેમીક ઓર્ગેનાઈઝમ સ્ટેટ ઈન્ડિકેટરના માપદંડથી લોકોના રક્તકણ, ત્રાકકણ, શ્ર્વેતકણની અચાનક વધઘટનું અવલોકન કરવામાં આવ્યું છે. જેમાં સારી રીતે સચવાયેલા શરીરથી લોકો 25 ટકા વધુ જીવે છે અને સરેરાશ 15 થી 20 ટકા જિંદગી વધી જાય છે. 1860માં લોકો જ્યારે સરેરાશ જીવનમાં કોઈ એકરૂપતા દર્શાવતા ન હતા ત્યારે લાંબુ જીવતા હતા. જો માનવ શરીરને સાચવવામાં આવે તો 150 વર્ષ સુધી જીવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here