- ભાવનાત્મક, માનસિક અન શારીરિક રીતે પ0 વર્ષે પણ રપ જેવા યુવાન થઇ શકાય!
આજે બધાને યવાન બધાને યુવાન રહેવું ગમે છે, સ્ત્રી હોય કે પુરૂષ બધા જ ને રૂપકડા સાથે યુવાની સાથે જીવવાની સતત ઇચ્છાઓ હોય છે. સદા યુવાન જેવા રહેવા ઘણો બધો બદલાવ કરવાની જરૂર પડે છે, જેમાં તમારા સ્વભાવ સાથે તમારો વ્યવહાર – વિચારો સાથે માનસિક સ્થિતિ મહત્વનો ભાગ ભજવે છે. આજે તો લાંબા અને તંદુરસ્ત જીવન માટે ઘણા કિમીયા લોકો કરતાં જોવા મળે છે, પણ આપણે જો જીવનશૈલી ન બદલીએ તો કશા જ પરિણામ ન મળી શકે.આજે બધા જ કહે છે કે, મને કંઇ નથી થતું, હું એક પણ દવા લેતો નથી. આવા લોકો પણ બિમાર હોઇ શકે છે, અને એ છે માનસિક બિમારી આજના યુગમાં સક્ષરાત્મકતા સાથે ભાવનાત્મક, માનસિક તંદુરસ્તી અને શારીરિક તંદુરસ્તી અતિ મહત્વની છે.
તમારા સારા વિચારો અને અન્યો પ્રત્યેની સારી ભાવના પણ તમને સદાકાળ યુવાન રાખી શકે છે. લંડનમાં દીધાયુષ્ય અને જીવનશૈલી પરત્વે કાર્યકરતા ડો. અલ્કા પટેલ જણાવે છે કે, કાલક્રમિક ઉમરને તમે જૈવિક ઉમરમાં બદલી શકો છો, જેના માટે તેને છ બાયોહેકીંગ યુકિતઓની વાત કરી છે, જેમાં સવારે સૂર્ય પ્રકાશમાં એક મિનિટ બહાર નીકળીને 10 સેક્ધડ તમારી આંખો બંધ કરીને તમારા આખા દિવસનો હેતુ નકકી કરવો.
પછીના દિવસના આયોજનમાં ડો. અલ્કા પટેલ જણાવે છે કે ર મિનિટ ચાલોને ર0 મીનીટ ઝડપી ચાલ કે દોડ લગાવો. નિયમિત દર 30 મીનીટે ત્રણ ગ્લાસ પાણી પીવો. પ્રસંસા ઉત્પ્રેરક સાથે દિવસ દરમ્યાન ચાર પ્રસંશા આપો. તમારી સુગમતાના સુધારા માટે તમારા શરીરને પાંચ અલગ અલગ પ્રકારનાં સ્ટ્રેચ આપો જેમાં દરેક સ્ટ્રેચને પ0 સેક્ધડ પકડી રાખો, છેલ્લે વાત કરતા ડો. અલ્કા પટેલ જણાવે છે કે શ્ર્વાસ પ્રવાહને બુસ્ટ કરવા માટે દર કલાકે એક મિનિટ માટે તમારા શ્ર્વાસને 6 શ્ર્વાસ સુધી ધીમાં કરો.
એક સંશોધનમાં એવી પણ વાત જાણવા મળી છે કે તમો અન્યો સાથે કેવો વ્યવહાર કરો છો. તેની પરથી તમારી માનસિક દશા નકકી થતી હોય છે. આખા દિવસ દરમ્યાન તમો કોઇકના ભલા માટે કરેલા કાર્યોનું અહોભાવ સાથે ભાવનાત્મક અસર તમારા શરીર પર જોવા મળતા તમો તમારી સાચી વય કરતાં અડધી ઉમરના લાગો છો. તમે તમારા વિચારો, સ્વભાવ, અન્ય લોકો સાથેનો વ્યવહાર, રૂટીંગ નાની મોટી કસરતો વિગેરેથી તમારી વયને પણ અડધી કરી શકો છો. તો થઇ જાવ સદા યુવાન રહેવા રાખો આટલી તકે દારી
જૈવિક ઉંમર શું છે?
જયારે તમને કોઇ પૂછે ને તમો તમારી જન્મ તારીખ મુજબ વય કહો તે તમારી કાલ ક્રમિક ઉમર છે. બીજી બાજુ જૈવિક ઉંમરએ નથી કે તમે કેટલા વર્ષ જીવ્યા છો, પણ તમે તમારી જીવનશૈલી, સ્ફૂર્તિ, આનુવંશિકતા અને પર્યાવરણસ્ત પરિબળો જૈવિક વયને પ્રભાવિત કરી શકે છે.
તમારા સકારાત્મક વલણથી તમારી વય નાની કરી શકો !
આજે ઘણા લોકો સતત પ્રવૃતિનેકારણે મોટી વયે પણ યુવાનને શરમાવે તેવું જીવન માણી રહ્યા છે. જેમાં તેના વિચારો, સ્વભાવ અને વલણોની ભૂમિકા વધારે હોય છે.